ઘેર
કવિતા
સંગીત
વિશે
યાદો
 
 
ઘનશ્યામ ઠક્કર.કોમ

ગુજરાતી કવિતા અને સંગીત
ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી બ્લોગ

Email
oasisangeet@yahoo.com

For more information:

GhanshyamThakkar.com Music and Poetry

ઘનશ્યામ ઠક્કર.કોમ

OasisThacker.com

કવિતા
નવી પોસ્ટ

મારો અભિપ્રાય- સંગીત, ગીત(લીરીક) અને કાવ્ય-ગીત - ઘનશ્યામ ઠક્કર

 

 

 

 

 

મને હમેશાં એ કુતુહલ થતું રહ્યું છે કે આદિકાળનો માનવી સૌ પહેલાં સંગીતના સૂર અને તાલ અનુભવતો, વ્યક્ત કરતો થયો હશે કે શબ્દ ઉચ્ચારતો થયો હશે? એનો નિષ્કર્ષ તો કદાચ વૈજ્ઞાનિકો પાસે પણ નહીં હોય. પણ સાપ જેવાં પ્રિમિટીવ પ્રાણીને મોરલીના સૂરોથી રોમાંચિત થતો, ન્રુત્ય કરતો જોઈએ, ત્યારે એવા અભિપ્રાય પર આવી શકીએ કે ઉત્ક્રાંતીના પ્રાતહ્કાળનો માનવી ભાષા બોલતાં પહેલાં, એના ગાંડા-ઘેલા આલાપોથી ગીત વિનાનું સંગીત માણતો થયો હશે. આપણી અમથી કોયલ જ જુઓને! માત્ર એક સૂર શીખી છે, પણ ગળુ એટલું મધુર છે કે સદીઓથી આંબાવાડિયાની મુખ્ય ગાયિકા, અને સંગીતકાર બની બેઠી છે!

જ્યારે આપણે બિસમિલ્લાહ ખાનની શરણાઈ, કિની-જી નો સેક્સોફોન, પંડિત રવિશંકરની સિતાર, કે બેની ગૂડમનના બીગ-બેન્ડના પ્રણય-સૂરો સાંભળીએ ત્યારે તેમાં શબ્દોની ઉણપ ક્યાંય વર્તાતી નથી. એજ રીતે, અનિલ જોશી કે રમેશ પારેખ જેવા કવિયોનાં કાવ્ય-ગીતોને સૂરની ખોટ સાલતી નથી. કવિતા અને સંગીત બન્ને સ્વતંત્ર કળાઓ છે, અને એકબીજાના આધાર વિના પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે.

આ કહ્યા પછી, ગીત-સંગીતના સંયોગને ઓછું મહત્વ આપી શકાય નહી. શબ્દો અને સૂરોનો સમન્વય એક જૂદી જ કળા જેમ પ્રગટ થાય છે.

સંગીત પાસે તાલ છે, સૂર છે અને ભાવ છે.
શબ્દ તાલમય ધ્વની સર્જાવી શકે છે, સૂરમાં ભળી શકે છે. શબ્દના અર્થમાં તો ભાવ છે જ, પણ એના ધ્વનીમાં પણ ભાવ છે. શબ્દના સર્જકોના આંતર્મનમાં, ઉચ્ચારથી પેદા થતા ધ્વનીની સભાનતા હતી. જેમકે 'ઢોલ' એમાંથી પેદા થતા અવાજ 'ઢલ્ ' સાથે સંકળાયેલો છે.
જ્યારે અંગ્રેજીમાં 'ડ્રમ' સ્નેરડ્રમના ડ્ર્ર્ર્ર્ર્ર્ર્ર્રર ધ્વની સાથે સંકળાયેલો છે.
કાંસાની થાળી પડવાનો અવાજ 'ખડિંગ્', ઉપરાંત બીજા હજારો શબ્દો જેમ કે થપાટ, હલ્લેસાં, કોમળ, કઠણ, હણહણાટ, કલબલ, ગર્જના, ચીસ, ઝટપટ, ખડખડ હસવું, ખળખળ વહેતાં ઝરણાં વગરે હજારો શબ્દોમાં અર્થ, ધ્વની, તાલ અને ભાવનો સુભગ સમન્વય છે.

ભાષાના ધ્વનીને અનુભવવા ભાષા શીખવાની જરૂર નથી. ઘણી ભાષાઓના શબ્દો તો જાણે રીધમિક વાદ્યોમાંથી નીકળતા હોય તેમ લાગે છે. પંજાબી ભાષા તો ધ્વની અને લયથી લથબથ છે. ભાંગડા-ગીત તમે ઢોલના તાલ વિના ગાઓ તો પણ નાચવાનું મન થઈ જાય! મોટા ભાગની આફ્રિકન ભાષાઓના શબ્દો (યુગાન્ડા, બગાન્ડા, મોમ્બાસા,કરિમ્બા, સાન્સા, નકિશિમ્બા) , અને દક્ષિણ ભારતની ભાષાઓના શબ્દો અત્યંત રિધમિક છે

વર્ષો પહેલાં કવિતા, ગીત અને પદ્ય જેવા શબ્દો સમાનાર્થક હતા. બધી જ કવિતાઓ પદ્યમાં લખાતી, અને બધાં કાવ્યો ગવાતાં. કવિતાનું સ્વરૂપ સમય સાથે બદલાતું ગયું. અછાંદસ કવિતાએ તો લય અને પદ્ય સાથે પણ છૂટાછેડા લીધા. કવિતા, અને સાહિત્ય માટે સ્વીકાર્ય ગીતો, (જેને હું ગીત-કાવ્યો કે કાવ્ય-ગીતો કહું છું), પાસેથી અસાધારણ કલ્પનો, તદ્દન નવા અલંકારોની અપેક્ષા રખાવા માંડી. આ સાહિત્યની ક્રાંતિઓ દરમ્યાન સંગીત માટે લખાયેલાં ગીતો પણ બદલાયાં, પણ જુદી દિશામાં. લીરીક સાહિત્યને વફાદાર રહે તે જરૂરી નથી, પણ સંગીતને અનુકુળ રહે તે અનિવાર્ય છે. કલ્પના ભલે જૂની હોય, પણ સંગીતના સૂરોમાં ઓગળી જવી જોઈએ. લાગણી છોને જાણીતી હોય, પણ નવા સૂરોમાં ચહેરા પર લાલીની જેમ ચમકવી જરૂરી છે. કવિ સાહિત્યની જ્ઞાતીનો કલાકાર છે, ગીતકાર સંગીતની જ્ઞાતીનો!

એક સરસ ગીત(લીરીક)નું ઉદાહરણ છે શ્રી અવિનાશ વ્યાસનું ગીત 'તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમ્મતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમ્મથું.' સંગીત સર્જન માટૅ આ આદર્શ ગીત છે. ૧૯૭૨ની આસપાસ અવિનાશભાઈને મળ્યો ત્યારે એમણે કહેલું કે હતું કે લતા મંગેશકરનું આ પ્રિય ગીત હતું. દુનિયાની ઘણી ભાષાઓમાં જેમણે હજારો ખૂબ જ સુંદર ગીતો ગાયાં છે, તે સારા લીરીકની સાર્થકતા સમજી શકે છે.

જેમ શબ્દોના હાડપીંજર પર ચાંદનીના કાદવનો લેપ કરી, ઉપર ગુલાબજળ છાંટવાથી સારી કવિતા બનતી નથી, તેમ લયની ભૂમિતીના માપોમાં રૂપાળા શબ્દો ગોઠવી, તેની પર લાગણીની રંગોળી પૂરવાથી સારું ગીત(લીરીક) બનતું નથી.


 

જૂની પોસ્ટ
તાજેતરની પોસ્ટ
Under Construstion
Under Construstion

foforsv

ગઝલ

ગુજરાતી ગઝલ

મનોજ ખંડેરિયા

ગઝલ

ગુજરાતી ગઝલ

ગઝલ

મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા

આદીલ મન્સૂરી

ચિનુ મોદી

અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા

લયસ્તરો
ટહૂકો

 

શૂન્ય પાલનપુરી

Ghazal Gurjari 

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના

, urmisagar, prabhatna pushpo

ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર

Krutie Thakkar’s Art

Oasis Thacker''s new music album release DewDrops on The Oasis

Now available on AMAZON.COM

OasisThacker.com

DewDrops on The Oasis
જેમ શબ્દોના હાડપીંજર પર ચાંદનીના કાદવનો લેપ કરી, ઉપર ગુલાબજળ છાંટવાથી સારી કવિતા બનતી નથી, તેમ લયની ભૂમિતીના માપોમાં રૂપાળા શબ્દો ગોઠવી, તેની પર લાગણીની રંગોળી પૂરવાથી સારું ગીત(લીરીક) બનતું નથી.