વતનપ્રેમ - પુનર્મિલન
આવ્યો છું (ગઝલ)- ઘનશ્યામ ઠક્કર
હું એટલો બધો બેભાન થૈને આવ્યો છું,-
મારા ઘરમા જ હું મહેમાન થૈને આવ્યો છું
સિતાર-તાર જેમ એટલું ખેંચાવું પડ્યું,-
સારેગમથી ય ઊંચી તાન થૈને આવ્યો છું
સમયનાં એટલાં અપમાન મેં કર્યાં છે સહન,-
કે બે'ક શબ્દ-સૂરનું માન થૈને આવ્યો છું
તમારાં દ્રશ્ય-અવાજોના કરીદો ઢગલા,
કે હુંતો માત્ર આંખ-કાન થૈને આવ્યો છું!
તમારાં સ્મરણોએ તો શબ્દ-સૂર શીખવ્યા છે,
ગુરુદક્ષિણા તણું ગાન થૈને આવ્યો છું
અહીના ધોધ - નદી - સાગરોથી છાંટી દો,..
હું એટલો બધો વેરાન થૈને આવ્યો છુ
----------------------
(1993)
foforsv
ગઝલ
ગુજરાતી ગઝલ
મનોજ ખંડેરિયા
ગઝલ
ગુજરાતી ગઝલ
ગઝલ
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
આદીલ મન્સૂરી
ચિનુ મોદી
| રાજેન્દ્ર શુક્લ |
અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા
લયસ્તરો
ટહૂકો
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના
, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર