જખ્મો (ગઝલ) - ઘનશ્યામ ઠક્કર
જખ્મો હવે એવી રીતે અંકાય છે,-
પડઘા પડેને ભીંત જ્યમ ગોબાય છે.
ગીતો તમારા દેશમાં હું ગાઉં શું?
શબ્દો અહીં તો સૂરથી ધોવાય છે.
એ કોણ ઉઝરડે હથેળી રાત-દિન,
કે ભાગ્યરેખા રોજ મુજ બદલાય છે?
બાકી બધું તો ચિત્રમાં સોહ્યા કરે,
રંગો ફકત ચહેરા તણા ચહેરાય છે!
નયનો ડૂબીગ્યાં ક્યારનાં મઝધાર પર,
દ્રષ્ટિ કિનારે એકલી અટવાય છે!
પર્વત થવાના કોડ પૂરા થૈ જશે,
ચારે તરફ મુજ ખાઈઓ ખોદાય છે
----------------
foforsv
ગઝલ
ગુજરાતી ગઝલ
મનોજ ખંડેરિયા
ગઝલ
ગુજરાતી ગઝલ
ગઝલ
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
આદીલ મન્સૂરી
ચિનુ મોદી
| રાજેન્દ્ર શુક્લ |
અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા
લયસ્તરો
ટહૂકો
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના
, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર