ઘેર
કવિતા
સંગીત
વિશે
યાદો
 
 
ઘનશ્યામ ઠક્કર.કોમ

ગુજરાતી કવિતા અને સંગીત
ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી બ્લોગ

Email
sarjan68@yahoo.com

For more information:

Ghanshyam Thakkar
Music and Poetry

ઘનશ્યામ ઠક્કર.કોમ

કવિતા
નવી પોસ્ટ

 

વતનપ્રેમ - વિરહના ઓછાયા

મળે ન મળે - ‘આદિલ’ મન્સૂરી

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની ખબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

------------------------

સૌજન્ય - યાદગાર કવિતા ૧૯૭૦ - સંપાદક : મહેન્દ્ર મેઘાણી

 

 

 


 

 

 

 

 

જૂની પોસ્ટ
તાજેતરની પોસ્ટ
Under Construstion
Under Construstion

foforsv

ગઝલ

ગુજરાતી ગઝલ

મનોજ ખંડેરિયા

ગઝલ

ગુજરાતી ગઝલ

ગઝલ

મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા

આદીલ મન્સૂરી

ચિનુ મોદી

રાજેન્દ્ર શુક્લ

અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા

લયસ્તરો
ટહૂકો

 

શૂન્ય પાલનપુરી

Ghazal Gurjari 

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના

, urmisagar, prabhatna pushpo

ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર

ચિત્રકારઃ ક્રુતિ ઠક્કર
Krutie Thakkar’s Art