<BGSOUND SRC="Praveshak5-29MP.mp3">
કવિતા

Email
oasisangeet@yahoo.com

For more information:

Ghanshyam Thakkar
Music and Poetry

Oasis
ભૂરી શાહીનાં ખળખળ - ઘનશ્યામ ઠક્કર
Bhuri Shahina KhalKhal - Ghanshyam Thakkar (Oasis)  
(સીડી-કાવ્યસંગ્રહ) CD Poetry Collection

ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર

પ્રવેશક: - ઉમાશંકર જોશી
Bhuri ShahiNa KhalKhal
Bhuri Shahina Khalkhal B
 

(સીડી-કાવ્યસંગ્રહ)
કવિતા અને સંગીત: ઘનશ્યામ ઠક્કર

પ્રવેશક

પ્રિય મિત્રો,

મારા સ્વરમાં વંચાયેલો, મારો પ્રથમ સીડી-કાવ્યસંગ્રહ 'ભૂરી શાહીનાં ખળખળ' આપની સમક્ષ રજુ કરતાં અત્યંત આનંદ અનુભવું છું.

કાવ્યો મારા કાવ્યસંગ્રહ 'ભૂરી શાહીના કૂવા કાંઠે'માંથી લીધેલાં છે. આખો કાવ્યસંગ્રહ તો એક સીડીમાં સમાવી શકાય નહીં. જેમ સમય મળશે તેમ બીજા સીડી-કાવ્યસંગ્રહો રજુ કરતો રહીશ. મારું એ સદ્ભાગ્ય છે કે શ્રી ઉમાશંકર જોશી જેવા ગુજરાતી સાહિત્યના યુગપુરુષે 'ભૂરી શાહીના કૂવા કાંઠે'નો અવિસ્મરણિય પ્રવેશક 'નવો મિજાજ, નવો અવાજ' લખ્યો.

મારા બન્ને કાવ્યસંગ્રહોનાં ઘણાં કાવ્યો ગુજરાતી સાહિત્યનાં શ્રેષ્ઠ સામયિકો, જેવાંકે કુમાર, કવિતા, કવિલોક, નવનીત, સમર્પણ, નવનીત-સમર્પણ, કૃતિ, વૈશાખી, વિશ્વમાનવ, પરબ વગેરેમાં પ્રસિધ્ધ થયાં છે. એ માટે બધા સંપાદકોનો હું હ્રદય પૂર્વક આભાર માનું છું.

બન્ને કાવ્યસંગ્રહોમાં ઘણાં લાંબાં અછાંદસ કાવ્યો છે, જેને આ પહેલી સીડીમાં મૂક્યાં નથી, કારણકે એક-બે કાવ્યોથી જ આખી સીડી ભરાઈ જાય. જ્યારે સમય મળશે ત્યારે અછાંદસ કાવ્યોની એક સીડી જુદી બહાર પાડીશ.

કાવ્યવાંચન સાથેલગા, મારા પાશ્વસંગીતના આછા, દૂર દૂરથી સંભળાતા સૂરો, હરિયાળી પર ઝાકળના મિલન જેમ, કાવ્ય-શ્રવણના આહ્લાદમાં ઉમેરો કરે છે!

કલાની અનુભૂતિ આપણે જૂદી જૂદી રીતે કરીએ છીએ. ચિત્ર કે ફોટો દ્રષ્ટિ વડે માણીએ છીએ. નવલકથા વાંચીએ છીએ. સંગીતનો આહ્લાદ स्वरणेन्द्रिय દ્વારા લઇએ છીએ.

કવિતાની તો વાત જ જૂદી છે. કવિતાને મૌન આંખોથી વાંચી શકાય, મોટેથી બોલીને વાંચી શકાય, અને સંગીતબધ્ધ કરી ગાઈ-સાંભળી પણ શકાય! 'ભૂરી શહીના કૂવા કાંઠે'નો સંબંધ चक्षुरिन्द्रिय સાથે છે, તો 'ભૂરી શાહીનાં ખળખળ'નો સંબંધ स्वरणेन्द्रिय સાથે.

પણ કવિતા દાળવડાંની રેસીપી જેમ વંચાય નહીં. કાવ્ય તમે સ્વગત વાંચતા હો કે પ્રગટ, એમાં શબ્દો સાથે યોગ્ય ભાવ, લય, છંદ, શૈલી, ઉચ્ચારો, વગેરેનો સુલભ સમન્વય સર્જાવો જોઈએ. થોડા દિવસ પહેલાં એક પોસ્ટ 'લગાગા? નનાના! છંદ કાનથી વાંચતાં-લખતાં શીખો' મૂકી હતી તેમાં આ વિષે વિસ્તૃત ચર્ચા કરી છે.

બુદ્ધિજીવી કવિતા-રસિકો જ્યારે કવિના સ્વમુખે થતું કાવ્યપઠન સાંભળવા મુશાયરામાં જાય, કે કુમાર અથવા કવિલોક જેવી સંસ્થાઓની નિયમિત મળતી બેઠકોમાં જાય, એનો આનંદ તો કોઈ ઑર જ હોય છે. ક્યારેક તમારા પ્રિય કવિનું પુસ્તક લઈ નદી-કિનારેના એકાંતમાં બેસી યોગ્ય રીતે સ્વગત વાંચી જુઓ...મનને અનહદ શાન્તિ મળશે! અરે પ્રેમિકો અને પ્રેમિકાઓ! વેલેન્ટાઈન કાર્ડમાં કે પ્રેમપત્રમાં તમારા પ્રિય કવિનું કાવ્ય લખી, મોકલી સરસ્વતીચંદ્ર-કુમુદ બની જાઓ છો; તો ક્યારેક ગુલશનમાં, મ્હેકતી રાતરાણીના નશાથી લથબથ પ્રિયતમ કે પ્રિયતમાના ખોળામાં માથું મૂકી સૂતાં-સૂતાં એકાદ પ્રેમકાવ્ય હ્રદયસ્પર્ષી અવાજમાં સંભળાવી જુઓ! તમારા પ્રેમ-જીવનનું એ અમૂલ્ય સંભારણું બની જશે! અને..... તમારો પ્રિયતમ બેવફાઈ કરતો જણાય ત્યારે એના મસ્તક તરફ વેલણ ફેંકી ઘોંઘાટ કરવાને બદલે, એનો હાથ પકડી દિલની ફરિયાદનું દર્દભર્યું કાવ્ય લાગણીમાં ઝબોળી મોટેથી વાંચી જુઓ! દોરડાના બંધનમાં પરોવાએલા ઘડા જેમ તમારા કંગનમાં કેદ થઈ જશે!!

હવે જેમ વિજ્ઞાન પ્રગતી કરે છે તેમ કાવ્ય-રસિકોને કવિતા માણવાના નવાં નવાં ઉપકરણ મળી આવે છે. સીડી-કાવ્ય સંગ્રહ એક અમૂલ્ય સાધન છે. કાર ચલાવતાં ચલાવતાં, રસોઈ કરતાં કરતાં, ઈન્ટરનેટ પર સર્ફીંગ કરતાં કરતાં કે પ્રેમીઓના મિલન સમયે, સીડી પ્લેયરની એક ચાંપ દબાવી કાવ્યશ્રવણનો અનોખો આસ્વાદ લઈ શકાય.

આશા છે કે આ સીડી-કાવ્યસંગ્રહ આપ સૌને ગમશે!

---------------------------------------------------------------------------

Bhuri Shahina Khalkhal

Poetry and Music: Ghanshyam Thakkar (Oasis Thacker)

 

 

 


 
 
ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ
DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album

DewDrops on The Oasis

AasopalavNi Dale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નીશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

copyright 1997

O Raaj Re

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

copyright:1997

BhuriShahinaKuvaKanthe
Jambudi KshanaNa PrashnPadre

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasis1thacker@gmailcom

copyright: Oasis Thacker

Bhuri ShahiNa KhalKhal

ભૂરી શાહીનાં ખળખળ

Ghanshyam Thakkar's CD poetry collection ( copyright: Oasis Thacker)

For CD

Email to oasis1thacker@gmailcom

copyright: Oasis Thacker