ઘેર
કવિતા
સંગીત
વિશે
યાદો
 
 
ઘનશ્યામ ઠક્કર.કોમ

ગુજરાતી કવિતા અને સંગીત
ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી બ્લોગ

Email
oasisangeet@yahoo.com

For more information:

Ghanshyam Thakkar
Music and Poetry

ઘનશ્યામ ઠક્કર.કોમ

કવિતા
નવી પોસ્ટ

બ્લોગસદનનું બોંધકામ ચાલુ સે - ઘનશ્યામ ઠક્કર 

વા’લા ભૈબંધો, (ને વા’લી બો’ન્બંધો)
અમારા બ્લોગસદનનું વાસ્તુ ક્રરવા હજુ ઢોલીને બોલાવ્યો નહીં….હમજ્યા નૈ?!..
હજુ બાંધકામ ચાલુ સે, યાર.
(ચિંતા ના કરશો, ઢોલી ઘરનો જ સે; બોલાઈશું ને તરત ઢમ્મ-લૈને હાજર થૈ જશે!)
અને અહીં આંટો મારવા આવો તો વાંધો નૈ’, પણ બાપુ! કડક-ટોપો (હાર્ડ-હેટ) પૅ’રીને ટૅ’લવુ…..
ને હજુ બારી-બાઇણાં બાકી સે..તે મૈં બૌ ડોકિયોં ના કરિયે!
ચેતવણીઃ અમારા પાળેલા ઊંદૈડાથી(માઉસથી) ચેતવું;
આમેય અમારો ઊંદૈડો (માઉસ)….અમારી ચરોતરીમાં કૌ તો, ..’હાહંનાનો અવળચંડો સે’.
એવું યે બને કે તમે ચણોઠી ઉપર કિલીક કરો, ને ઉપરથી ધડિંગ પડે નાળિયેર!!

અને એ મોટાભાઈ…..!આ ઢગલો ઍંટ્યો (ઈંટો)…, ને પછીતે આંબાવાડિયું,….
તે ઢેખલા-ઢેખલી કરી કેરિયો પાડવા ના મંડી પડશો!
અરે ભાય,
બે-ચાર કેરિયો પાડો એનો વાંધો નૈ,
પણ ડાળિયો પર ચબોચબ ભરૈને ઊંઘતાં ચકલાં માફક ..
ડાળિયો પર ચબોચબ ભરૈને ઊંઘતાં ચકલાં…
જાગીને કલાબલકલાબલ કરી મૂકશે.
અને ચાલી’-પચ્ચા ચકલાં જાગી જાય એનો ય વાંધો નૈ’-ભૈ,
પણ ફળિયામાં, વંટોળિયે વેરેલાં લૂગડાં જેમ ઊંઘતાં ટબૂરિયાં જાગીને કલાબલકલાબલ ક્રરી મેલશે..
અને ટબૂરિયાં જાગીને કલાબલકલાબલ ક્રરી મેલે
એનો ય વાંધો નૈ,
પણ બારી-બાઇણાં વગરના બ્લોગસદનમાં ઘરરઘરર ઘોરતા ઘન્શાંમ્ભૈ જાગીને બખાળો કરી મેલશે…અને એ……….?!


મળ્યા તા’રે, મન થાય તો E-કાગળ/E-પત્તર લખતા રૅ’વું

========================================================================

 

 

 

જૂની પોસ્ટ
તાજેતરની પોસ્ટ
Under Construstion
Under Construstion