ઘનશ્યામ ઠક્કર (ઉર્ફે 'લલગાલ લગાલ')
લગાગા? નનાના! છંદ કાનથી વાંચતાં-લખતાં શીખો.
ઘનશ્યામ ઠક્કર (ઉર્ફે 'લલગાલ લગાલ')
આ લેખનો મૂળભૂત હેતુ છંદનું વ્યાકરણ શીખવવાનો નથી. મોટા ભાગના બ્લોગના વાચકો હાઈસ્કૂલમાં છંદ શીખ્યા છે, અને અક્ષરમેળ અને માત્રામેળ છંદોના બંધારણથી પરિચીત છે.
જોડણીની ભાષામાં જેને આપણે હ્રસ્વ અને દીર્ઘ કહીએ છીએ, તે છંદમાં લઘુ અને ગુરુ અથવા એક માત્રા વાળા કે બે માત્રા વાળા અક્ષર કહેવાય છે. લઘુ વાંચતાં જેટલો સમય લાગે છે તેનાથી બમણો સમય ગુરુ વાંચતાં લાગે છે. સંગીતમાં ધ્વની અને સમય સાથેનો સંબંધ દ્રુત, મધ્ય અને વિલંબિત લય તરીકે ઓળખાય છે.
લયની દ્રષ્ટિએ અક્ષરમેળ અને માત્રામેળ છંદોમાં કોઈ તફાવત નથી. અક્ષરમેળ છંદોમાં લઘુ અને ગુરુ અક્ષરો ચોક્કસ રીતે ગોઠવાવા જરૂરી છે.
શિખરિણી ખૂબ જ જાણીતો અક્ષરમેળ છંદ છે તેથી તેનું ઉદાહણ સહેલું પડશે.
લ ગાગાગાગાગા લલલલલ ગાગા લલલ ગા.
કવિ શ્રી નાનાલાલની જાણીતી પ્રાર્થના ' અસત્યો માંહેથી...'થી આપણે સૌ પરિચિત છીએ.
બંધારણઃ પહેલો લઘુ, પાંચ ગુરુ, પાંચ લઘુ, બે ગુરુ, ત્રણ લઘુ અને છેલ્લો ગુરુ. કુલ ૧૭ અક્ષર.
શિખરિણીમાં કાવ્ય રચવા માટે આ બંધારણ અનિવાર્ય છે. સાચું પૂછો તો લયના આસ્વાદ માટૅ લઘુ-ગુરુનું આ વળગણ તદ્દન બિનજરૂરી છે.
દા. ત. નીચેની પંક્તિ શિખરિણીના બંધારણમાં લખાએલી નથી, છતાં શિખરિણી જેમ જ વાંચી શકાય કારણ કે અક્ષરમેળ છંદનુ મેં માત્રામેળ છંદમા રૂપાંતર કર્યું છે.
પ્રણયની પળપળમાં, હ્રદય ધબકે રાગ-લયંમા
(રાગ = આસક્તિ)
માત્રામેળ છંદોની પંક્તિઓ, કે પંક્તિઓના વિભાગોની મત્રાઓનો સરવાળો એક સરખો થતો હોય છે. એ રીતે જોતાં , દરેક અક્ષરમેળ છંદ માત્રામેળ છે, પણ દરેક માત્રામેળ છંદ અક્ષરમેળ નથી.
૧૯૬૫ પછી મોટા ભાગનાં છાંદસ કાવ્યો ગઝલ અથવા ગીતના લયમાં કે કટાવ જેવા સતત-છંદોમાં લખાયાં છે. આ બધા માત્રામેળ છંદો છે. માત્રામેળ છંદમાં કવિતા રચવી સરળ છે. સાચું પૂછો તો સંસ્કૃતના છંદોને બાદ કરીએ તો દુનિયાની લગભગ બધી જ ભાષાઓની કવિતાઓ અને ગીતો માત્રામેળથી રચાય છે.
નીચેના શેરનું બંધારણ તપાસીએઃ
જખ્મો (જખમો) હવે એવી રીતે અંકાય છે
પડઘા પડે ને ભીંત જ્યમ ગોબાય છે
| |
જ |
ખ |
મો |
હ |
વે |
એ |
વી |
રી |
તે |
અં |
કા |
ય |
છે |
|
|
| માત્રા |
૧ |
૧ |
૨ |
૧ |
૨ |
૨ |
૨ |
૨>૧ |
૨ |
૨ |
૨ |
૧ |
૨ |
|
|
પહેલી લીટીની કુલ માત્રાઓ = ૨૧
| |
પ |
ડ |
ઘા |
પ |
ડે |
ને |
ભીં |
તં |
જ્ય |
મ |
ગો |
બા |
ય |
છે |
| માત્રા |
૧ |
૧ |
૨ |
૧ |
૨ |
૨ |
૨ |
૧ |
૧ |
૧ |
૨ |
૨ |
૧ |
૨ |
અવારનવાર કવિઓ અર્થભંગ ન થાય એ માટે, અપવાદ રૂપે, છંદમાં કવિ-છૂટ લેતા હોય છે. ક્યારેક બે માત્રાઓને એક માત્રા ગણી વાંચવી પડે છે, કે એક માત્રાને બે માત્રા ગણી વાંચવી પડે છે. કુશળ કવિઓ આ નિયમભંગ છતાં રસભંગ થવા દેતા નથી. દોઢ માત્રા (દા.ત. 'જ્ય')ને જરૂર પ્રમાણે એક કે બે માત્રા તરીકે રજૂ કરવામાં આવે છે. ૧૯૬૫ પછીના કવિયો ક્યારેક તો ગઝલ કે ગીતોમાં બે લીટીઓ જુદી જુદી લંબાઈની રચતા હોય છે, અને પંક્તિઓની માત્રાઓનો સરવાળો પણ જુદો જુદો થતો હોય છે, આમ છતાં છંદમાં કે લયમાં ભંગ થતો નથી. (દા.ત. ગયા સપ્તાહની પોસ્ટ 'પોયણાની સાણસીઓ'ની પહેલી બે પંક્તિઓ.) આ ઉદાહરણોમાં આખી પંક્તિ નહીં, પણ પંક્તિના વિભાગોની માત્રાનો સરવાળો કરવામાં આવે છે; તેથી લયભંગ કે રસભંગ થતો નથી.
તમે કહેશો કે 'ઘનશ્યામભાઈ, તમે લેખનું મથાળું 'લગાગા? નનાના! છંદ કાનથી વાંચતાં-લખતાં શીખો.' આપ્યું છે, અને હજી સુધી તો લેખ આંખથી વંચાઈ રહ્યો છે! વાત સાચી છે, પણ આટલી પૂર્વભૂમિકા જરૂરી હતી. |