નેણપોટલી છોડી ખોબો નજર પાથરી બેઠા.
એક અટૂલા મારગ વચ્ચે નગર પાથરી બેઠા
પહેલો પથ્થર ઊભો કર્યો તે ખુદા નામનો કિલ્લો,
બીજો પથ્થર આડો ઢાળી કબર પાથરી બેઠા.
મારા ને તારા ઘર વચ્ચે ઇચ્છાઓના રેલા,
સો ફૂટ લાંબા અજગર જાણે ઉદર પાથરી બેઠા
સૂનાં ટેરવાંનાં પીંજરમાં ફફડ્યા કરતી પાંખો,
પક્ષીઓનાં ટોળાં નભની કસર પાથરી બેઠા
ટૂંકા પથ પરની ઝડપી આયુષ્યટ્રેનથી કૂદી,
લીલાં તૃણ પર બસ બે-તૃણ પળ અમર પાથરી બેઠા.
સરહદ ઓળંગી આવેલા શબ્દ વચે ઘનશ્યામો,
જાણે મજનુ લાખ સામટા જિગર પાથરી બેઠા.
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker