![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
Photo: Ghanshyam Thakkar
Page-2
અમારા નાનકડા દેથલી ગામમાં ૧૯૫૨માં હું પહેલા ધોરણમાં દાખલ થયો ત્યારથી જ ઉમાશંકરભાઈ એક આસમાનના સિતારા જેવા હતા, કવિ અને લેખક તરીકે, દેશભક્ત તરીકે, માનવ તરીકે. અને એ પછી આજ સુધી એ માન ઉત્તરોત્તર વધતું જ ગયું છે. આવી મહાન વ્યક્તિને એકવાર મળવાનું થાય તો જ એને હું મોટું સૌભાગ્ય ગણું, પણ તેઓ મારે ઘેર મહેમાન બને, મારા કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખે તે તો સ્વપ્નેય કલ્પ્યું ન હતું.
જોગાનુજોગ જ્યારે હું કોલેજમાં દાખલ થયો તે અરસામાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા એટલે તેઓ સાથે ગુરુવર્ય તરીકે નવો સંબંધ સ્થપાયો. કોલેજ/યુનિવર્સિટીના વાર્ષિક કાર્યક્રમોમાં મેં ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો, તેથી મારા સદ્નસીબે તેઓને થોડી ક્ષણો માટે પહેલી વાર મળવાનું, હાથ મિલાવવાનું સદ્ભાગ્ય પ્ર્રાપ્ત થયું.
તે જ અરસામાં મેં સાહિત્ય કક્ષાનું કાવ્યસર્જન શરૂ કર્યું હતું. એ સંબંધે શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી પ્રિયકાન્ત મણિયાર, શ્રી નિરંજન ભગત, શ્રી હરીન્દ્ર દવે, શ્રી લાભશંકર ઠાકર, શ્રી રઘુવીર ચૌધરી, અને બીજા ઘણા કવિ/લેખકોને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલું બીજા કવિ/સંપાદકો (શ્રી સુરેશ દલાલ વગેરે) મારાં કાવ્યો છાપતા તેથી માનું છું કે તેઓ પરોક્ષ રીતે મને ઓળખતા હોય. આ ૧૯૬૯-૭૨ના અરસાની વાત છે (૧૯૭૩ના જાન્યુઆરીમાં હું અમેરિકા ગયો.) ઉમાશંકરભાઈ ત્યારે 'સંસ્કૃતિ' સામયિકનું સંપાદન કરતા. સંસ્કૃતિ સિવાયનાં સાહિત્યનાં બધાં જ સામયિકોમાં મારાં કાવ્યો પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં તેથી મનમાં એવો અભરખો ખરો, કે જો સંસ્કૃતિમાં પણ એકાદ કાવ્ય છપાઈ જાય તો ડંફાસ મારી શકું કે મારાં કાવ્યો સાહિત્યનાં બદ્ધાં જ સામયિકોમાં પ્રકાશિત થયાં છે. બે એક વખત તો હિમ્મત કરી કાવ્ય પરબિડિયામાં મૂકી 'સંસ્કૃતિ'નું સરનામું પણ કર્યું. પણ પછી મેઇલબોક્ષ સુધી જવાની હિમ્મત ન ચાલી. અને આ પરબિડિયા પર જ્યાં 'સંસ્કૃતિ'નું સરનામું હતું ત્યાં ધોળું લેબલ લગાડી, બીજા સામયિકનું સરનામું કરી કાવ્ય પોસ્ટ કર્યું. અમેરિકામાં ઉમાશંકરભાઇને આ વાત કરી ત્યારે તેમણે હસતાં હસતાં કહ્યં, ''ઘનશ્યામભાઈ, એટલે તો 'સંસ્કૃતિ' બંધ થઈ ગયું ને!" તેમની મજાકમાં પણ ભારોભાર નમ્રતા હતી.
૧૯૮૫માં શ્રી નિરંજન ભગત અમેરિકા આવ્યા ત્યારે એવો સંકેત કરેલો, કે પછીના વર્ષે શ્રી ઉમાશંકરભાઈ અમેરિકાની મુલાકાત લે. અને એ સ્વપ્ન ખરેખર સાકાર થયું સામાન્ય રીતે સાહિત્યકારોના કાર્યક્રમ ડાલસમાં હું ઘરમાં જ રાખતો, કારણ કે ત્યાં ગુજરાતીઓની વસ્તી પ્રમાણમાં ઓછી, તેથી હૉલ રાખવાની જરૂર ન પડે. પણ ઉમાશંકરભાઈની વાત જૂદી હતી. મેં તેઓના આગમની વાત વહેતી મૂકી કે તરત જ મારી ઉપર અઢળક ટેલીફોન આવ્યા. તેથી તેમનું વક્તવ્ય હાઇસ્કૂલના હૉલમાં રાખવાનું નક્કી કર્યું. તેમનું ટાઇમટેબલ જોતાં એવું નક્કી કર્યું કે તેઓને પ્લેનમાંથી સીધા હૉલ પર લઈ જવા. હ્યુસ્ટનથી તેમનું પ્લેઇન સાંજે છ વાગ્યાની આસપાસ આવવાનું હતું, અને ડી એફ ડબલ્યુ(DFW) એરપોર્ટથી હૉલ દસ જ મિનિટ દૂર હતો. હુ તેમને એરપોર્ટ પર લેવા ગયો તે પહેલાં તો હૉલ ભરાઈ ગયો હતો. મહેમાનોને 'દસ-પંદર મિનિટમાં આવું છું' કહીને એરપોર્ટ પર ગયો. એ પછી ખબર પડી કે પ્લેઇન વીસ મિનિટ મોડું હતું ત્યારે તો સેલ ફોન નહીં અને આ હૉલમાં કૉન્ટેક્ટ કરવાનો બીજો રસ્તો જ ન હતો. પ્લેઇન આવ્યા પછી બૅગેજ ક્લેઇમમાં પંદર મિનિટ રાહ જોયા પછી ખબર પડી કે ઉમાશંકરભાઈની બૅગ મળતી નહતી. ત્યારે ઉમાશંકરભાઈના ગુસ્સાનો પરિચય થયો. તેમણે અમેરિકન ઍરલાઇન્સના બૅગેજક્લેઇમ અધિકારીને ખખડાવી નાખ્યો. સદ્ભાગ્યે ત્યારે હું અમેરિકન એરલાઇનમાં જ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. મારી છાતીએ બૅજ જોઈ બૅગેજ ક્લેઇમ અધિકારીએ મને અંગત ખાતરી આપી કે સવારના આઠ વાગ્યા સુધીમાં તેઓ બૅગ મારા ઘર સુધી પહોંચતી કરી દેશે. મને ભય એ હતો કે લગભગ કલાક મોડું થયું હતું તેથી હૉલ ખાલી ન થઈ ગયો હોય તો સારું. પણ જ્યારે હૉલમાં પહોંચ્યા ત્યારે હૉલ ચિક્કાર ભરેલો હતો, અને ઉમાશંકરભાઈનું બધા પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું
વધુ આ પછીની પોસ્ટમાં
-----------------------------------
આ પહેલાં અપ્રગટ
જાન્યુ-જુન ૨૦૧૧
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર
સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|