Ghanshyam Thakkar
Email: oasisangeet@yahoo.com
Email: oasisangeet@yahoo.com
Web-Design: Ghanshyam Thakkar
Photo & Computer Art: Ghanshyam Thakkar

ઉમાશંકર જોશી જન્મશતાબ્દી-૩

ઘનશ્યામ ઠક્કર

વસમી વિદાય અને પુનર્મિલન

Shree Umashankar Joshi

Photo: Ghanshyam Thakkar

Continued from [શ્રી ઉમાશંકર જોશીની જન્મ-શતાબ્દી (૨)]

મહેમાનો દિવાળીની મિઠાઈ સમાન હોય છે. યાદ છે, હું નાનો હતો ત્યારે અમુક અપવાદો બાદ કરતાં દાળ-ભાત/કઢી-ભાત, ખીચડી, રોટલી/રોટલા અને શાકનું ભોજન નિયમિત રીતે બનતું. આ ભોજન ભાવતું હોવા છતાં, જીવનના નિયમિત ક્રમના અંતર્ગત ભાગ રૂપે હતું, તેથી તેનું મૂલ્ય ઓછું થઈ જતું; અને દિવાળી નજીક આવે ત્યારે બાળકો (ગરીબ ઘરનાં પણ) મીઠાઈનાં સ્વપ્ન જોવા માંડે. ભોજનનો સ્વાદ તો ઠીક, તળાતાં મઠિયાં/સુંવાળી, અને શેકાતા મગસની સોડમ ખુશખુશાલ કરી દેતાં. અને ગૃહિણીઓ એક-બીજાને ત્યાં જઈ મદદ કરવા સાથે, પાર્ટીનું વાતાવરણ ઉભું કરે તે લટકામાં. તહેવારો પૂરા થાય ત્યારે બા પૂછેઃ 'ભાઈ, તને ભાવતાં મગસ અને મઠિયાં થોડાં પડ્યાં છે, વાળુ માટે ચાલશે?' જવાબઃ 'ના, મને તો ખીચડી અને કઢી ખાવાનું મન થયું છે!' તેવી જ રીતે થોડો વખત યજમાનગીરી માણ્યા પછી પ્રાયવસીની યાદ આવે.


 પણ ઉમાશંકરભાઈ ત્રણ દિવસમાં એટલ્લ તો સ્વજન બની ગયા, કે લાગ્યું, તેઓ હમેશાં માટે અહીં રહે તો કેવું સારું! બિલીવ મી, આ શબ્દો હું બહું સહેલાઈથી નથી વાપરતો. 
અમેરિકન એરલાઇન્સની જોબને કારણે તેઓને છેક લૉસ ઍન્જેલસ જતા પ્લેનની સીટ સુધી વળાવી આવી શક્યો. ત્રણેક દિવસમાં એટલી તો આત્મિયતા થઈ ગઈ હતી, કે કારમાં એક-બે આંસુ પણ ટપક્યાં. તેમની ડાલાસની મુલાકાત સંબંધી ગીત 'તરસવર્ષા પછીની રસવર્ષા'ની પહેલી બે પંક્તિઓ સ્ફૂરી
'ચાતકની જેમ અમે ચાટતા'તા રસપળ, ત્યાં ધોધમાર ઝાપટું આવ્યું,
કે અમને તરસ્યું છીપવતાં ના ફાવ્યું.'
[આખું ગીત પછી પૂરું થયું]
લૉસ એન્જેલસ પહોંચી ગયા પછી તરત જ 'પહોંચ્યાનો ફોન આવ્યો, અને અમે કરેલી આગતાસ્વાગતા માટે આભાર માન્યો. પછી બે જ દિવસમાં તેમનો પત્ર આવ્યો.

તેમના ગયા પછી ત્રણ-ચાર મહિનામાં પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રતોની ફાઇલ વ્યવસ્થિત કરી તેની ઝિરોક્ષ કૉપી ઉમાશંકરભાઈને ટપાલ દ્વારા મોકલી આપી. અમદાવાદમાં બે-ત્રણ માસ રહી કાવ્યસંગ્રહ પ્રસિધ્ધ થાય ત્યાં સુધી રોકાવાનો સમય ન હતો. તેમણે અને નિરંજનભાઈએ વચન પ્રમાણે બધી કવિતાઓ વાંચી લીધી. મને બીક હતી કે તેઓની કાતર દ્વારા ઘણાં કાવ્યો કપાઈ જશે. (ઉમાશંકરભાઈએ શરત કરી હતી કે તેઓની કે નિરંજનભાઈની દ્ર્ ષ્ટિએ જો નબળાં કાવ્યોને હું રદ કરવા દૌં તો જ ઉમાશંકરભાઈ પ્રસ્તાવના લખે. અને મને તે મંજૂર હતું). મારા આશ્ચર્ય વચ્ચે, એક પણ કાવ્યને પડતું મૂકવાની માગણી થઈ નહીં. મારો આનંદ તમે સમજી શકો છો.

૧૯૮૬ની નવરાત્રિ સમયે મારી પાસે ભારત આવવા માત્ર એક અઠવાડિયાનો સમય હતો. ત્યારે મને પુસ્તક-પ્રકાશન કરવા માટે શું કરવું જોઈએ તેનું કશું જ્ઞાન ન હતું. પણ ભૂતકાળના અનુભવો પરથી એ આશા હતી કે ઉમાશંકરભાઈ કંઇક સૂચન જરૂર કરશે. એ આશાએ પ્લેનમાં બેસી ગયો. મને યાદ છે ત્યાં સુધી પ્લેનમાં 'તરસવર્ષા પછીની રસવર્ષા (શ્રી ઉમાશંકર જોશી ડાલાસમાં) કાવ્ય પૂરું થયું.   ભારત આવીને જ્યારે ઉમાશંકરભાઈને ફોન કરવા ગયો ત્યારે મનમાં એ ઇચ્છા ખરી કે તેઓના પ્રવૃત્ત સમયપત્રકમાં મને દસેક મિનિટ મળવાનો સમય આપે. ફોન કર્યો તો જેટલા ઉમળકાથી મારી સાથે વાત કરી તેની મેં કલ્પના પણ કરી ન હતી. ફોન પર તેઓએ હક પૂર્વક કહ્યું, "આવતી કાલે સાંજે અહીં જમવાનું છે." મેં કહ્યું, "ઉમાશંકરભાઈ, આપને એવી તકલીફ ન અપાય. હું ચા પીશ." પણ તેઓ માન્યા જ નહીં. તેમના બંગલા પર જે ભાવભીનો આવકાર મળ્યો તેની મને કલ્પના પણ નહતી. તે જ સમયે ભગવાં કપડાં પહેરેલા એક આદરણિય મહાનુભાવ પણ બેઠા હતા, અને તેમને પણ મારી સાથે જમવાનું નિમંત્રણ હતું. ઉમાશંકરભાઈએ ઓળખાણ કરાવતાં કહ્યું કે તેઓ બનારસ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રાધ્યાપક હતા. આ ગુરુ આપણે ગુજરાતી બોલીએ તેના કરતાં વધારે સહેલાઈથી સ્રંસ્કૃતમાં ઉમાશંકરભાઈ સાથે વાત કરતા હતા. સામાન્યરીતે સંકૃતના અભ્યાસીઓને પણ આટલું અસ્ખલિત સ્રંસ્કૃત બોલતા સાંભળ્યા નહતા. ઉમાશંકરભાઈએ તેમનો સ્ટડી-રૂમ બતાવ્યો અને હસતા હસતાં કહ્યું, "ઘનશ્યામભાઈ, તમે એમ કહેતા હતા કે તમારી ડેસ્ક દુનિયાની સૌથી વધારે ડિસઓર્ગેનાઇઝ્ડ ડેસ્ક છે, તો તમે હજી મારી ડેસ્ક જોઈ નથી." (તેમની ડેસ્ક ખરેખર અસ્તવ્યસ્ત હતી). તેઓની સાથે જે સમય વિતાવ્યો, તે મારા જીવનના સૌથી વધારે આનંદમય અનુભવ ગણું છું.


 'ભૂરી શાહીના કૂવા કાંઠે'ની ્ગુર્જર પ્રકાશન દ્વારાભેટ માટે મળેલ નકલોમાં શ્રી ઉમાશંકરભાઈએ લખેલ સંગ્રહનો પ્રવેશક 'નવો મિજાજ, નવો અવાજ' વાંચી ત્યારે આશ્ચર્ય અને આનંદની પરિસીમા આવી ગઈ. ૬ પાનાના આ લેખમાં ઉમાશંકરભાઈએ પ્ર્સ્તાવનાના શીર્ષકથી શરૂ કરી અંત સુધી સંગ્રહની રચનાઓ અને મારી નૂતન સર્જનશક્તિને મોકળા મને બિરદાવી હતી. પણ સ્વતંત્ર ગદ્યલેખની દ્રષ્ટિએ પણ આ ગુજરાતી વિવેચનના શ્રેષ્ઠ લેખોમાંનો એક હતો. અને તેથી જ 'પરબ' સામયિકે (અંક ૧૦, ૧૯૮૭) તેને સ્વતંત્ર લેખ તરીકે છાપ્યો.
ગુજરાતી સાહિત્યના અને માનવતાના આ યુગપુરુષને મારાં શતશત વંદન.

------------

 

 

Posted by

Ghanshyam Thakkar

કવિ ઘનશ્યામ ઠક્કર

 

 

 

 

 

Oasis Music

 

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

 

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની   અને વ્રુંદ

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

Listen to Samples

भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

For CD

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Listen to the Samples

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

To buy CD click below

Email to: oasisangeet@yahoo.com

copyright: Oasis Thacker

   
   
Gujarati Kavita ane Sangeet
ગુજરાતી કવિતા અને સંગીત