નકશા વંચાય માત્ર પાંખથી
|
ગીત
|
|
આંખથી તો ચોપડા ને પત્રો વંચાય, ભાઈ! નકશા વંચાય માત્ર પાંખથી
'મોતી ખોલો તો મળે મોતેરી બુંદ',
એવી અફવાને જોર થયા તરસ્યા.
સગ્ગા મોતીની કૂખે સાવ શૂન્ય મેલીને
દરિયા આકાશ તરફ વરસ્યા!
તે દિન થી ટેરવાંની માયા ત્યજીને હું તો સ્પર્શુ પ્રતિબિંબોને આંખથી
આંખથી તો ચોપડા ને પત્રો વંચાય, ભાઈ! નકશા વંચાય માત્ર પાંખથી
ડાબાં ને જમણાં આ અંગ સાવ સરખાં,
ને કરવાના બેવડા ખર્ચા
'ડાબાં જમણાંમાં હશે પ્રતિબિંબો કોણ'?
એવી દર્પણમાં ચાલી છે ચર્ચા
એવો છોભીલો, જાણે પક્ષપાત થૈગ્યા હો ગોળ અને છાણ વચે માખથી!
આંખથી તો ચોપડા ને પત્રો વંચાય, ભાઈ! નકશા વંચાય માત્ર પાંખથી
================
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker