બાકીનો બધો તણાઈ'ગ્યો સુવાસમાં!
|
ગઝલ
|
|
બે'ક શ્વાસ જેટલો રહ્યો પ્રવાસમાં,
બાકીનો બધો તણાઈ'ગ્યો સુવાસમાં!
કંકરોથી કાગડા ભર્યા કરે મને...
હું મને પીધા કરું છું આસપાસમાં.
શી ખબર કે કાવ્ય શાં પગલાં પડી જશે,
માત્ર ટહેલવા જ નીકળ્યો'તો પ્રાસમાં!
એ રીતે તો મેંય ઘરનો બોજ ઉઠાવ્યો,
ઈંટ જેમ હું પડી રહ્યો નિવાસમાં.
શું ગરમ થવાથી પણ ફરક પડે હવે,
હું તો ફસાયો છું સાણસીના ત્રાસમાં
ઠોકરો ન વાગી હોત કોઈ 'શ્યામ'ને
ના ખબર રહેત ક્યાં હતો પ્રવાસમાં
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker