ચઢે જો ખુદનાં ઝેર સાપને, દવા કોની?
|
ગઝલ
|
|
ચઢે જો ખુદનાં ઝેર સાપને, દવા કોની?
કબરના પથ્થરોને આપવી ઉપમા કોની?
અમારાં અશ્રુ થીજીને બન્યો હિમાલય જે,
તમારી હુંફથી પીગળે, તો એ ગંગા કોની?
દરેક પગલે મેં પાછળના માર્ગ નાશ કર્યા,
અટુલો મંઝિલે કરું છું ઝંખના કોની?
હજી તારી ને મારી મજબુરીના મધદરિયે,
તરે છે હોડીઓ આ રત્ન શોધવા કોની?
આ મજહબોની લોહિયાળ બાણશૈયા પર,
સૂતેલ ઓ ખુદા! કરે ઉપાસના કોની?
ઘુવડની આંખ વચે આગિયા જડી દૈને,
તમે બરબાદ કરવા નીકળ્યા નિશા કોની?
========================
ભૂરી શાહીના કૂવા કાંઠે
Ghanshyam Thakkar
Oasis Thacker