વતન સાંપડ્યાથી ફરક શું પડે?
|
ગઝલ
|
|
==================
ક્ષણો સાંભર્યાથી ફરક શું પડે?
કબરના જડ્યાથી ફરક શું પડે?
હ્રદયમાં તો લોહી વહે આમ પણ,
હવે ઘા પડ્યાથી ફરક શું પડે?
સુગંધો વહી જાય વંટોળમાં,
ચમનના મળ્યાથી ફરક શું પડે?
તરસ આજુબાજુ જ કિલ્લા ચણ્યા,
બરફ ઓગળ્યાથી ફરક શું પડે?
હવે પીપળા વડ તરફ ઘૂરકે,
વતન સાંપડ્યાથી ફરક શું પડે?
કબરમાં છુપાવ્યો, ને ઢાંક્યો ગુલે,
અમારા સડ્યાથી ફરક શું પડે?
કબરનાં ય કુતુહલ હતાં 'શ્યામ'ને,
હવે સળવળ્યાથી ફરક શું પડે?
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker