હવે આમ બસ ખાલી ખાલી હવા!
|
ગઝલ
|
|
શિશિરને વસંતોમાં ઘાલી હવા;
સૂકાં પાંદડાં લૈને ચાલી હવા.
શિશુ-સ્પર્ષ ઓઢીને સૂતો રહ્યો,
અને બોલી રૈ કાલી કાલી હવા!
ભૂલેશ્વરના ગાભા પહેરી અને,
ગલીઓની વચ્ચે મવાલી હવા.
ત્યજો ખાલી પાત્રો ઉદાસી હવે,
સ્વીકારી અમે એક પ્યાલી હવા.
નિહાળું હવે પાન ખરતાં હવે,
દહેશત મને દે ન તાલી હવા.....
સમય ફેફસાં બહાર જૈને ઊભો,
હવે આમ બસ ખાલી ખાલી હવા!
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker