અજવાળાંના ખાળ સખી! મારે આંગણે
|
એક આધુનિક લોકગીત
|
|
તરણાંને હિંડોળે ઝાકળ ઝૂલતાં
ઝૂલે મારા આંસુના હસવાટ જો,
વેરણ છેરણ દરિયા અમને સોંપડ્યા!
શયન ખંડને પાદર ફાગણ મ્હોરતા,
પલંગ વચ્ચે પાનખરોના શાપ જો!
ઓશીકાના ડુંગર ચડાવા દોહ્યલા.
ધમનીમાં ટહુકે છે વનના મોરલા,
શિરા વચાળે વ્હેતા કાળા નાગ જો!
ઘોર-ગીચ જંગલમાં દલડાં શોધવાં!
છાતીને બાકોરે ચાંદરણાં દડૅ
ચાંદરણે ઝબકે મારા નિશ્વાસ જો!
અજવાળાંના ખાળ સખી! મારે આંગણે
ઉજાગરાના રણમાં ઊગ્યો થોરિયો,
કાંટુડા વાગે કે ઠંડી છાંય જો
બળું, ઠરું, ને ઉઝરડાતી સામટી
કલમ ટેરવે ગભરુ સસલાં કૂદતાં
કાગળ કાગળ ઝીણી ઝપલક જાળ જો
સંદેશા ઘૂંટું ને જાસા સોંપડે!
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker