સંબોધ સ્પર્શથી કે નામની ફિકર નથી
|
ગઝલ
|
|
ઝાકળ પીતાં શીખ્યો છું, જામની ફિક્રર નથી;
નકશા વિના વસ્યો છું, ગામની ફિકર નથી
આ ડુંગરો, ને જંગલો, ને ગામ-વસ્તીઓ,-
મંજુર છે બધું, મુકામની ફિકર નથી
પથ્થર રહીશ તો જ પુજાઇશ અહીં હવે,
અહલ્યા નથી થવું, કે રામની ફિકર નથી.
ઓ પૂર્વજો હું સાચવીશ રંગ લોહીનો,
કે પાળિયાને કૈ પ્રણામની ફિકર નથી.
'ઘનશ્યામ' સમા શબ્દની દીવાલ તોડ તું,
સંબોધ સ્પર્શથી કે નામની ફિકર નથી.
========================
જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે
Ghanshyam Thakkar
Oasis Thacker