તારી ભરતીનાં મોજાંને કાંઠે
તારી ભરતીનાં મોજાંને કાંઠે, રૂપાળી! મારું જોબનિયું મેં જોયું!
તારી ચડતી જવાનીની થપાટે, રૂપાળા! મારા ઝરણાને મેં ખોયું.
નીંદર પહેલાં જ તેંતો શમણાં દીધાં, ને દીધાં ભોજનિયાં પહેલાં મુખવાસ,
વાટડી વચાળ ક્યાંથી લાવું ઉતારા, ભૂંડા ચાડિયા ખડા છે ચાસ-ચાસ....
ભૂંડા ચાડિયા ખડા છે ચાસ-ચાસ.
તારી લજવાતી નજર્યુંને આંચળ, રૂપાળી! તારા દલડાને મેં દોહ્યૂં.
તારી ચડતી જવાનીની થપાટે, રૂપાળા! મારા ઝરણાને મેં ખોયું.
પોપટ-મેનાને મંન દોમદોમ ફૂલો, ને ભગરી ભેંસોને મંન ઘાસ,
દલડાંના દુશ્મન જો ડોળા દેખાડશે તો કાજળમાં લેશું વનવાસ;
કાળા કાજળમાં લેશું વનવાસ.
તારા ઠલવાતા હૈયાની ધારે, રૂપાળા! મારું આંગણિયું મેં ધોયુ..
તારી ભરતીનાં મોજાંને કાંઠે, રૂપાળી! મારું જોબનિયું મેં જોયું!
1997
Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)
All the in instruments and rhythms performed by Ghanshyam Thakkar