આજ ફરીથી - માધવ રામાનુજ
આજ ફરીથી
મળ્યું છે મને એકાંત
આપની હાજરીમાં
પહેલી વાર્
મારો મારી સાથેનો સંવાદ
આરંભાયાનું અનુભવાય છે
મારી આંખોમાં માળો બાંધીને
એકલતાએ મૂક્યું છે એ ઈંડું તો
ફૂટી જશે
આપને દેખાય એ રીતે એ
ચહેરા પર નીતરશે
ગમગીન ન થશો
લયલીન થઈને ખોવાઈ ન જશો
મારું મારી સાથેનું મૌન
આપને સોંપવાનો
આ મહામૂલો અવસર
એક મધુર સંભારણું બની રહે
તો વરસતા વરસાદ જેવું ગાઈ લઉં ...
પ્રથમ વરસાદની સુવાસ લઈને
ફરકી જતી હવાની લહેરખી જેવું સ્મિત
આપની શોભા વધારશે
આપણી આસપાસથી
આપણને સ્પર્શ્યા વિના પસાર થઈ જતી
ક્ષણો જેવી આપણી હાજરીને
સ્મરણમાં સ્થાપી શકાય
ત્યાં સુધી તો આપ રહેશોને?
રહેશોને ત્યાં સુધી?
------------------------
સૌજન્યઃ વૈશાખી (જુલાઈ ૧૯૭૦) - સંપાદક: પિનાક
foforsv
ગઝલ
ગુજરાતી ગઝલ
મનોજ ખંડેરિયા
ગઝલ
ગુજરાતી ગઝલ
ગઝલ
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
આદીલ મન્સૂરી
ચિનુ મોદી
| રાજેન્દ્ર શુક્લ |
અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા
લયસ્તરો
ટહૂકો
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના
, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર