ભૂરી શાહીના કૂવા કાંઠે-ઘનશ્યામ ઠક્કર
કોરા કાગળનાં વસ્ત્રો પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!
ભૂરી શાહીના કૂવા કાંઠે પનિહારીનાં
'પ્રેમપત્રના અક્ષર' જેવાં સ્મિત!
પેન-પિપુડી વાગે,-લાગેઃ ચૂનો-ચોપડ્યા-
પાન-ભીંતે છંટાતા હોળી ગીત.
શાહી-તરસ્યા આંખોના ખડિયા જાણે કે 'આંચળ દેખી ખખડે દૂધનાં કૅનો'.
કોરા કાગળનાં વસ્ત્રો પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!
વસ્ત્ર ઉપર એક નામ લખો તો- અભણ બાળકોની માતાની
છીછરી છાતી છલછલ ઊભરે શાહી..
વસ્ત્ર ઉપર એક ગામ લખો તો- લીલાં વનના નકશા
દોરે સૂકે પાંદડે ભૂલા પડેલા રાહી...
ભૂરી શાહી-આંસુના એક ટીંપામાં વહેતાં ૧૯૮૫ ઉંઘનાં ઘેનો.
કોરા કાગળનાં વસ્ત્રો પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!
(1983)
સૌજન્ય : કવિલોક (જુલાઈ-ઓગસ્ટ ૧૯૮૭) સંપાદકઃ ધીરુ પરીખ
foforsv
ગઝલ
ગુજરાતી ગઝલ
મનોજ ખંડેરિયા
ગઝલ
ગુજરાતી ગઝલ
ગઝલ
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
આદીલ મન્સૂરી
ચિનુ મોદી
| રાજેન્દ્ર શુક્લ |
અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા
લયસ્તરો
ટહૂકો
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના
, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર
Oasis Thacker''s new music album release DewDrops on The Oasis
Now available on AMAZON.COM