ભૂરી શાહીના કૂવા કાંઠે (1987) -ઘનશ્યામ ઠક્કર
bhuri350
રાધાના ગુસ્સાનું ગીત page-1  
મારી શોકસભામાં page-1 page-2  
ભૂરી શાહીના કૂવા કાંઠે page-1  
હશે (ગઝલ) page-1  
પગમાં વ્હેતા લાવા page-1  
   
   
   
   
   
-ઘનશ્યામ ઠક્કર
નવો અવાજ નવો મિજાજ -ઉમાશંકર જોશી [કાવ્યસંગ્રહની પ્રસ્તાવના]

-શ્રી ઉમાશંકર જોશીએ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખી હતી. એ પછી 'પરબ' સામયિકમાં સ્વતંત્ર લેખ રૂપે પ્રસિધ્ધ થઈ હતી.

આ કાવ્ય સંગ્રહનાં ઘણાં કાવ્યો કુમાર, કવિતા, કવિલોક, નવનીત, સમર્પણ, નવનીત_સમર્પણ, પરબ, ક્રુતિ, મિલાપ, વિશ્વમાનવ, વૈશાખી વગેરે સામયિકોમાં પ્રસિધ્ધ થયાં છે.

ભૂરી શાહીના કૂવા કાંઠે પનિહારીનાં 'પ્રેમપત્રના અક્ષર' જેવાં સ્મિત!
પેન-પિપુડી વાગે,-લાગેઃ ચૂનો-ચોપડ્યા-પાન-ભીંતે છંટાતા હોળી ગીત.

શાહી-તરસ્યા આંખોના ખડિયા જાણે કે 'આંચળ દેખી ખખડે દૂધનાં કૅનો'.
કોરા કાગળનાં વસ્ત્રૉ પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો!