|
|||||||||||
|
|||||||||||
Photo & Computer Art: Ghanshyam Thakkar
|
|||||||||||
ગીત |
|||||||||||
ઘનશ્યામ ઠક્કર |
|||||||||||
કોરા કાગળનાં વસ્ત્રૉ પહેરેલો કોઈ, સાવ મફતમાં વેચે ભૂરી પેનો! ભૂરી શાહીના કૂવા કાંઠે પનિહારીનાં 'પ્રેમપત્રના અક્ષર' જેવાં સ્મિત! શાહી-તરસ્યા આંખોના ખડિયા જાણે કે 'આંચળ દેખી ખખડે દૂધનાં કૅનો'. વસ્ત્ર ઉપર એક નામ લખો તો- અભણ બાળકોની માતાની છીછરી છાતી છલછલ ઊભરે શાહી.. ભૂરી શાહી-આંસુના એક ટીંપામાં વહેતાં ૧૯૮૫ ઉંઘનાં ઘેનો.
|
|||||||||||