<BGSOUND SRC="">
કવિતા

Email
oasisangeet@yahoo.com

For more information:

 

 

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

For CD

Email to info@oasisthacker.co

copyright: Oasis Thacker

ORaajRe

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

 

ઘનશ્યામ ઠક્કરનાં સંગીત આલબમ
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
BhuriShahinaKuvaKanthe

ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર

પ્રવેશક: - ઉમાશંકર જોશી

For more info

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

 

JambudiKshananaPrashnaPadare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

For more info

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal

ભૂરી શાહીનાં ખળખળ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( copyright: Oasis Thacker)

For CD

Email to info@oasisthacker.com

copyright: Oasis Thacker

 

copyright: Oasis Thacker
Oasis

ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા

વલ્લભ નાંઢા

બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી યોજિત પરિસંવાદ ૨૦૦૯

  બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી ત્રણ દાયકાની મજલ પૂરી કરી ચૂકી છે, એ સાંસ્કૃતિક સીમાચિહ્નને ધ્યાનમાં રાખી, અકાદમીએ ‘ગુજરાતી લેકિસકોન’ના સહયોગમાં, તળ ગુજરાતના કેન્દ્રમાં, અમદાવાદ ખાતે, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલમાં, રામનારાયણ વિશ્વનાથ પાઠક સભાગૃહમાં, રવિવાર ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના દિવસે ‘ડાયસપોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા’ નામક એક પૂરા દિવસનો પરિસંવાદ યોજ્યો હતો.

  સવારની બેઠકના અધ્યક્ષસ્થાને અનિલાબહેન દલાલ હતાં. જ્યારે બ્રિટનનિવાસી ભદ્રાબહેન વડગામા તથા અમેરિકાનિવાસી મધુસૂદન કાપડિયા આ બેઠકમાં વક્તાઓ હતાં. બેઠકનું સંચાલન વિપુલ કલ્યાણીએ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નારાયણ દેસાઈએ આશીર્વચન આપતા ગુજરાતી ભાષા અને સાહિત્યની સાંપ્રત અવસ્થાની રૂપરેખા રજૂ કરી હતી. ડાયસ્પોરિક સાહિત્યનાં નબળાં-સબળાં પાસાંઓની ચર્ચા માંડતા એમણે જણાવ્યું હતું કે આપણા સાહિત્યે હવે વિશ્વ સાહિત્યનું નેતૃત્વ લેવાની તૈયારી કરવી જોઈએ. ‘ઝુરાપો’ જેવા શબ્દને સાહિત્યસર્જકોએ ઇતિહાસ ન બનાવવો જોઈએ, પણ વિશ્વની સમસ્ત માનવજાતને આગળ લઈ જવામાં એક વિશ્વમાનવ તરીકે આપણે બીજાને કઈ રીતે યોગદાન આપી શકીએ તેની ચર્ચા ડાયસ્પોરાની બેઠકમાં થવી જોઈએ. આ ઉપક્રમમાં ગર્વથી ગૌરવ તરફ જવાની વૃત્તિ હોવી જોઈએ. Ethnic relationshipનો પ્રશ્ન હલ કરવામાં ઊંચો આદર્શ અને નીચામાં નીચા વહેવાર વચ્ચેનું અંતર કેમ ઓછું થાય તેનો વિચાર કરવો રહ્યો. આ અંગે એમણે એક નવું કલચર ઊભું કરવાની રજૂઆત કરી હતી, જે ભાગલા પાડનાશં ન હોય, પણ માનવસમાજને જોડનારુ હોય.

  આ બેઠકનાં પહેલાં વક્તા હતાં ભદ્રાબહેન વડગામા. એમને ‘પ્રકીર્ણ સાહિત્ય’ પર બોલવાનું હતું. ‘આત્મકથા’નાં ખેડાણની વાત કરતી વખતે પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’ આત્મકથાની એક ઉત્તમ આદર્શવાદી પુસ્તક તરીકે એમણે સરાહના કરી હતી. બીજી જે આત્મકથાનો ઉલ્લેખ એમણે કર્યો હતો, તે હતો, નાનજી કાળીદાસ મહેતાની અનુભવકથા. જો કે વક્તાએ કબૂલ્યું હતું કે એ પુસ્તક એમને હાથવગું થયું નહોતું, પરંતુ તેમાં આફ્રિકા જઈને એક સાહસિકે ઉદ્યમ વારા વ્યાપારી સામ્રાજ્યની સંઘર્ષ કથાનાં બીજ અવશ્ય જોવા મળે છે. માટે આ અનુભવકથા જોવી જ પડે ! એ જ રીતે દીપક બારડોલીકરની આત્મકથા ‘ઉછાળા ખાય છે પાણી’ તથા ‘સાંકળોનો સિતમ’નો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો.

  નિબંધકારોની સૂચિમાં ભદ્રાબહેને વિપુલ કલ્યાણી, વલ્લભ નાંઢા, બળવંત નાયક, ડાહ્યાભાઈ મિસ્ત્રી, જગદીશ દવે, ટી.પી. સૂચક, ભાનુબહેન કોટેચા, વિનય કવિ વગેરે સાહિત્યકારોને મૂક્યા હતાં. વિપુલ કલ્યાણીના "ઓપિનિયન"માં પ્રગટ થયેલા અગ્રલેખો, હકીકતમાં, તો આદર્શ નિબંધોનું સાહિત્ય સ્વરૂપ છે, એમ કહી એમણે "અસ્મિતા"માં આશરે ૩૯ જેટલાં નિબંધકારોએ આ સ્વરૂપ ખેડયું હોવાની તપસીલ પણ આપી હતી.

  નાટયલેખન : ઊંચી સંસ્કાર અભિરૂચિને પોષતા રહી લોકોને મનોરંજન પૂશં પાડવાનો ધર્મ આ સાહિત્ય પ્રકારનો છે. નાટયલેખનની દિશામાં વિનય કવિએ ઠીક ઠીક કામ આપ્યું છે. ‘દેહ અને આત્મા’, ‘પતિ એક રાતનો’ તથા ‘ફિયાન્સ’ જેવાં તખ્તા પર ભજવી શકાય તેવાં નાટકો એમણે રંગદેવતાને ચરણે ધર્યાં છે. આ ઉપરાંત, અમેરિકાસ્થિત મધુ રાય તો નાટયલેખનના બાદશાહ કહેવાય છે. એમણે તેમ જ આર.પી. શાહે પણ નાટયલેખનના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

  પ્રવાસવર્ણન : આ સાહિત્ય પ્રકાર પર જૂજ લેખકો પકડ ધરાવતા હોય છે. પ્રવાસવર્ણન લખવાની હથોટી ધરાવનાર ડાયસ્પોરિક સર્જકોની યાદી કરવામાં આવે તો સૌથી પહેલું નામ અમેરિકામાં રહી વિશ્વપ્રવાસો ખેડતાં અને તે વિશે પ્રવાસવર્ણનો લખતાં પ્રીતિ સેનગુપ્તાનું નામ મૂક્યા વિના ન જ ચાલે. પ્રીતિબહેન અનેક દેશો અને નગરોમાં ફર્યાં છે. ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવના પ્રદેશો પણ તે ખૂંદી વળ્યાં છે. આ પ્રવાસો ખેડતાં ખેડતાં તેમણે જે તે દેશોની સબળાઈઓ - નબળાઈઓ જોઈ, તે દેશોની રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ પ્રત્યક્ષ નિહાળી. તેમાંથી જે સંવેદનાઓ પ્રગટી તેને પ્રવાસવર્ણનનાં સંખ્યાબંધ પુસ્તકોમાં તેમણે વાચા આપી છે. અમેરિકાનિવાસી પ્રવીણ સી. પટેલ ‘શશી’એ ખુદ ખેડેલા યુરોપપ્રવાસનું એક પુસ્તક આપણને સાંપડયું છે.

  હાસ્યલેખો : ડાયસ્પોરિક હાસ્યલેખકોની વાત કરતાં ભદ્રાબહેને જણાવ્યું હતું કે ‘ડાયસ્પોરાના ચોકઠામાં પેસી શકે એવા હાસ્યલેખકોનો અમારે ત્યાં દુકાળ છે, આંગળીના વેઢે જ આવે તેટલા લેખકો છે. અમેરિકાથી લખનારા હરનિશ જાની અને કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર શાહ તથા લંડનના દિવંગત પોપટલાલ પંચાલ સિવાય બીજાં નામો ભાગ્યે જ સ્મરણે ચડે’ છે.

  સમસામયિકો : અમેરિકા, ઑસ્ટ્રલિયા અને બ્રિટનમાંથી પ્રગટ થતાં સામયિકોની યાદીમાં ભદ્રાબહેને આ સામયિકો મૂકી આપ્યાં હતાં : "ઓપિનિયન", "ગુર્જરી ડાયજેસ્ટ", "ગુંજન", "માતૃભાષા", "સન્ધિ", વગેરે. "ગુજરાત દર્પણ" નામનું માસિક ન્યૂ જર્સીમાંથી પ્રગટ થાય છે. કેટલાંક અલ્પજીવી સામયિકોમાં "આવાઝ", "નવયુગ", "નવ બ્રિટન", "સંગના", "બ્રિટન", "નવજીવન", "આજકાલ", "મેઘના" અને "અસ્મિતા" વગેરે ટકી શક્યાં નહોતાં.

  અનુવાદ : કેટલાક ડાયસ્પોરિક સર્જકોએ અનુવાદ આપ્યા છે. અનુવાદકોની આ જમાતમાં ભદ્રાબહેને વિપુલ કલ્યાણી, પ્રદ્યુમ્ન તન્ના, ર.કા. ભટ્ટ, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, પુશષોત્તમ હરજી ભોજાણી, વગેરે સાહિત્યકારોનો ઉલ્લેખ કર્યો હતો. વિપુલભાઈએ કરેલા અનુવાદોના નમૂનાઓ "ઓપિનિયન"નાં પાનાંઓ પર ઠેર ઠેર જોવા મળે છે. તેમણે અંગ્રેજીમાંથી કરેલા ગુજરાતી અનુવાદો "નિરીક્ષક્"માં ય પ્રગટ થયા છે. પ્રદ્યુમ્ન તન્ના ઈટલીમાં રહી ઈટાલિયન ભાષામાંથી ઉત્કૃષ્ટ ગદ્ય સાહિત્યનાં અંશોનું ગુજરાતીમાં અવતરણ કરે છે. રમણીકલાલ કાશીનાથ ભટ્ટે વેદ જેવા ગહન વિષયનો ગુજરાતીમાં અનુવાદ ‘ચતુર્વેદ’ નામે ગ્રંથ આપ્યો છે. બળવંત નાયકે તેમની ડાયસ્પોરિક નવલકથા ‘- ને ધરતીને ખોળે નર્ક વેરાયું’નો અંગ્રેજીમાં અનુવાદ કરી ંપસસાગે તો ૂગાનદાં નામે નવલકથા બહાર પાડી છે. આ ઉપરાંત ભદ્રા વડગામાએ પણ અનુવાદના ક્ષેત્રે ગણનાપાત્ર કામ આપ્યું છે.

  બાળસાહિત્ય : ચાર દાયકાથી લંડનમાં વસતાં નિરંજના દેસાઈએ બાળગીતો, બાળવાર્તાઓ અને લેખો વિપુલ માત્રમાં આપ્યાં છે. ‘આવતા રે’જો’ કાવ્યસંગ્રહનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૩માં અધિવેશનમાં તત્કાલીન પ્રમુખ દિવંગત બકુલ ત્રિપાઠીએ કર્યું હતું. તદુપરાંત, ‘ઝબુકિયાં’ ને ‘રમ્મત ગમ્મત’ નામક બાળકાવ્યોના બે સંગ્રહો આપ્યા છે. સદ્દગત અરવિંદ જોશીએ બાળગીતોના બે સંગ્રહ ‘તાલી પાડું, તાલ મિલાવું’ અને ‘ઝાંઝરીઓ’ આપ્યા છે. આ ઉપરાંત, બાળ શિક્ષણ સાથે સંકળાયેલાં કુસુમબહેન શાહ, શુષમાબહેન સંઘવી, ચંપાબહેન પટેલ, વિજ્યાબહેન ભંડેરી, રેણુકાબહેન માલદે વગેરેએ પણ બાળશિક્ષણને અનુરૂપ સાધનો આપ્યાં છે.

  સવારની આ બેઠકના બીજા વક્તા હતા અમેરિકાનિવાસી મધુસૂદન કાપડિયા. નાદુરસ્તીને કારણે પોતાનું વક્તવ્ય રજૂ કરવા પ્રત્યક્ષ રહી ચૂકયા નહોતા અને સૌએ તેમનું વક્તવ્ય કમ્પ્યૂટરના માધ્યમ વાટે પડદા પરે માણ્યું હતું. મધુસૂદનભાઈએ પાંચ કવિઓની પસંદગી કરી હતી.

  સૌ પહેલાં, પન્ના નાયકની કવયિત્રી તરીકેની સર્જકતાની સમીક્ષા કરતાં તેમણે જણાવ્યું હતું : ‘પન્નાનાં કાવ્યોમાં ંતરુતહ ાબોુત હેર લફેિં પ્રકટપણે વ્યક્ત થતું રહે છે. પન્નાનાં કાવ્યો આત્મલક્ષી નહીં, પણ આત્મચરિત્રાત્મક અને અંગત હોવાનું જણાવી કવયિત્રીએ હૃદયનાં વ્રણોને ઉઘાડા કરી મૂક્યા છે અને હૃદયગતને યથાતથ પ્રકટ થવા દીધું હોવાની વાત કરી હતી. સત્ય ગમે તેટલું નિખાલસ હોય, અપ્રિય હોય, અકળાવનાશં હોય પણ પ્રકટ કરવામાં કવયિત્રીએ કોઈ આડપડદો નથી રાખ્યો. પન્નાનાં કાવ્યો જ નહીં, પણ સમગ્ર ગુજરાતી સાહિત્યમાં અજોડ કહી શકાય તેવાં ગણાવ્યા હતાં. સ્ત્રીત્વની સાર્થકતાની વિફલતાનાં દિલ વલોવતાં, હૃદયને વીંધી નાખતાં કાવ્યો ગુજરાતી સાહિત્યમાં બીજે ક્યાં ય નહીં મળે. પન્નાનાં કાવ્યો અને ગીતો કવયિત્રીની શક્તિનો વિશેષ નથી ?

  ચન્દ્રકાન્ત શાહની કવિ તરીકેની સાર્થકતા દર્શાવતાં મધુસૂદનભાઈએ કહ્યું : ‘ચન્દ્રકાન્ત શાહ પૂરા અમેરિકન કવિ છે. તેમના ‘બ્લ્યૂ જીન્સ’ નામે કાવ્યસંગ્રહમાં પદે પદે તેની પ્રતીતિ થાય છે. અમેરિકન સંસ્કૃતિ, અમેરિકન લાઈફ સ્ટાઈલ, અમેરિકન સ્લેન્ગ, અમેરિકન નિ:સંકોચ પ્રકટતા, અંગ્રેજી શબ્દોની ભરમાર - આ બધું ઢગલાબંધ આ કવિની કૃતિઓમાં જોવા મળે છે.

  ઘનશ્યામ ઠક્કરની એક સમર્થ કવિ તરીકેની પ્રતિભા ઉપસાવતાં મધુસૂદન કાપડિયાએ કહ્યું હતું કે એક સાચા કવિને શોભે તેવો આગવો મિજાજ આ કવિ પાસે છે. ઉમાશંકરભાઈની પ્રસ્તાવના સાથે ઘનશ્યામ ઠક્કરનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે’ ૧૯૮૭માં પ્રગટ થયો. આ કવિનો બીજો કાવ્યસંગ્રહ ‘જાંબુડી ક્ષણના પ્રશ્ન પાદરે’ લાભશંકર ઠાકરની પ્રસ્તાવના સાથે ૧૯૯૩માં પ્રગટ થયો. ઉમાશંકર અને લાભશંકર જેવાની પ્રસ્તાવનાનું ગૌરવ જેને મળ્યું હોય તેની કવિતામાં સત્ત્વશીલતા હોય, તો જ બને ને ? અશરફ ડબાવાલા વિષેની કાવ્યરચનાઓની ખૂબીઓની વાત કરતી વખતે એ બોલ્યા હતા : અશરફ ગઝલો ઉપર વધુ ઝોક ધરાવે છે. તેની ગઝલોમાં સરળતાની સાથે ઊંડાણ જોવા મળે છે. પણ ઈશ્કે હકીકીની ગઝલોમાં ગઝલસૌન્દર્યનું વધુ ઊંડાણ જોવા મળે છે. અને શકૂર સરવૈયાની ગઝલોમાં આવતા તળપદા શબ્દોના પ્રયોગ તેમની કાવ્યરચનાઓને આસ્વાદ્ય બનાવે છે.

  બંને બેઠકોનું સમાપન કરતાં અનિલાબહેન દલાલે કહ્યું કે ડાયસ્પોરા એટલે વિખરાયેલું. પોતાના મૂળ દેશમાંથી સંજોગોવસાત વિખૂટી પડી અન્ય દેશમાં જઈ વસેલી જાતિ. અમેરિકાનિવાસી મુખ્ય કવિઓમાં ઝુરાપાનું મુખ્ય તત્ત્વ જોવા મળે છે. ભીડમાં પણ આપણે કેવાં એકલાં હોઈએ છીએ ? અશરફ ડબાવાળા પણ તેમનાં કાવ્યસર્જનમાં ઘર તરફ વળવાની વાત રજૂ કરે છે.

  સમાપન પછી બપોરે ત્રણ વાગ્યા સુધી ભોજન માટે વિરામ હતો.

  બીજી બેઠકના આરંભમાં, ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમના અગ્રણી અશોક કરણિયાએ ડિજિટલાઇઝડ શબ્દકોશની તેમ જ આટોપાઈ રહેલા વિવિધ કામોની ઝાંખી આપી હતી. ‘ભગવદ્દગોમંડળ’ના નવ ગ્રંથો પણ હવે નજીકમાં ડિજિટલાઇઝડ સ્વરૂપમાં પ્રાપ્ય હશે, એવી માહિતી ઉચ્ચારી હતી. ગુજરાતી લેક્સિકોન આંદોલનનાં કાર્તિક મિસ્ત્રી, મૈત્રી શાહ, સમૈયા વહોરા, જાગૃતિ દેસાઈ, પલક શાહ, પદ્દમા જાદવ સરીખાં બીજાં કાર્યકરોએ પણ તેમનાં કાર્યક્ષેત્રની વિગતે, પણ ટૂંકમાં, સચોટ જાણકારી આપી હતી. તેનાથી પ્રભાવક વાતાવરણ ઊભું થયું હતું અને શ્રોતાવર્ગ ઉત્સાહ અનુભવતો હતો.

  ત્યાર બાદ, જાણીતા સાહિત્યકાર, વિચારક અને વક્તા ભોળાભાઈ પટેલની અધ્યક્ષતામાં બપોરની બેઠક નિયત સમયે શરૂ થઈ. આ બેઠકમાં હાલ બ્રિટનનિવાસી અનિલ વ્યાસ તેમ જ ગુજરાતનિવાસી રમેશ ર. દવે વક્તા હતા. અનિલભાઈએ પોતાનું વક્તવ્ય પેશ કરતા કહ્યું હતું કે ગુજરાતી સાહિત્યનું ફલક ઘણું વિશાળ છે. પાકિસ્તાન, અમેરિકા, બ્રિટન, આફ્રિકા, ઈટલી, ઑસ્ટ્રલિયા વગેરે દેશોમાં વસતા ગુજરાતી સમાજ છૂટથી માતૃભાષામાં બોલે છે અને લખે છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં તો સાહિત્યસર્જન પણ વિપુલ પ્રમાણમાં થાય છે. પણ અમેરિકામાં જેટલા સાહિત્યકારો છે, એટલા બ્રિટનમાં નથી. ત્યાં સાહિત્યકારોનો રાફડો હોવા છતાં, ચારના ટોળામાં એકાદ સર્જક જોવા મળે છે. અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં પણ પુષ્કળ લખાય છે, પણ વંચાય છે ખશં ? કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી રહ્યા પછી સર્જાતું સાહિત્ય એ જ ડાયાસ્પોરિક સાહિત્ય કહેવાય. ડાયસ્પોરિક સાહિત્યસર્જનમાં સામયિકોનું પ્રદાન ઘણું મોટું હોવાનું તેમણે જણાવ્યું હતું. એ પછી બ્રિટનમાં નવલિકા ક્ષેત્રે થતાં ખેડાણનો ચિતાર આપ્યો હતો. ત્યાંના સર્જકોની નબળાઈઓ વિષે અંગૂલિનિર્દેશ પણ કર્યો હતો. પણ આ સાથે ત્યાંના સર્જકને સાહિત્યપદાર્થ પોષનારાં સાહિત્યિક સમસામયિકો મળતાં નથી. બુદ્ધિગ્રાહ્ય વિવેચનોનો અભાવ, પુસ્તક પ્રકાશનની યોજનાની ગેરહાજરી, ડાયસ્પોરા લેખકોની કૃતિ જ્ઞાનસત્રમાં સ્થાન મેળવતી નથી, જેવા વગેરે પરિબળોને તે માટે જવાબદાર ઠેરવ્યાં હતાં.

  રમેશભાઈ ર. દવેએ નવલકથા માટે ચાર સર્જકો પસંદગી કરી તેમના નવલકથાસર્જનનાં ઊંડાણમાં જઈને કૃતિલક્ષી વ્યાખ્યાન આપ્યું હતું. નીલેશ રાણા, નવીન વિભાકર, ભરત શાહ અને બળવંત નાયકના નવલકથા ક્ષેત્રે થયેલાં ખેડાણની હૃદ્ય રજૂઆત કરી હતી.

  અને પછી, ભોળાભાઈ પટેલે અધ્યક્ષીય પ્રવચનમાં ભાષા જીવંત રહેવાની છે, એવો આશાનો સૂર કાઢયો હતો. અલિભાઈ હજી હમણાં જ યુનાઇટેડ કિંગ્ડમ સ્થાયી થયા છે. કૂંપળો હજી લીલી છે, પણ બ્રિટનમાં ભાષા જીવશે જ, કેમ કે ભલે તે રસોડાની ભાષા બની રહી હોય, પણ જ્યાં લગી લોકો લાગણીથી ગુજરાતી ભાષામાં વ્યક્ત થતા રહેશે ત્યાં સુધી તે જીવંત રહેવાની છે જ. સૌથી પહેલી ડાયસ્પોરિક વાર્તા અમદાવાદના સુધીર દલાલે ‘વ્હાઈટ હોર્સ’ નામે લખી હોવાનું તેમણે જણાવ્યું હતું. પણ ડાયસ્પોરિક વાર્તાકારો પાસેથી રંગભેદની વાર્તા કેમ નથી આવતી ? ડાયસ્પોરિક વાર્તાઓનું એક સંપાદન તૈયાર થાય અને તેના સંપાદક અહીંના હોય એવું સૂચન કરીને ભોળાભાઈએ સમાપન કર્યું હતું.

  આભારદર્શન વિપુલ કલ્યાણીએ કર્યું હતું. તેમણે આ પરિસંવાદની કાર્યકારણી માટે ગુજરાતી લેક્સિકોનના પ્રણેતા રતિલાલ ચંદરયા, અશોક કરણિયા, કીમ એજ્યુકેશન સોસાયટીના ઉત્તમ પરમાર, પ્રકાશ ન. શાહ, રમેશ ર. દવે તેમ જ તમામ ઉપસ્થિતોનો સહૃદય આભાર માન્યો હતો.

  છેવટે, બેઠકનું સમાપન પ્રકાશ ન. શાહે કર્યું. તે કહેતા હતા : ‘ડાયસ્પોરાના હલચલની વાતે ભર્યા ભર્યા બે દિવસને છેડે સમાપનવચનો માટે ઊભો થયો છું,’ કહી પ્રકાશભાઈએ હૈદ્રાબાદમાં પચીસેક વર્ષ પહેલાંના દિવસો જ્યારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ના પ્રમુખપદેથી સાહિત્યપદાર્થને ખંડથી અખંડ ભણીની યાત્રા રૂપે ઓળખાવ્યા હતા. તે કહેતા કતા, ‘આ વિપુલભાઈ ત્યારે વિલાયતથી ડાયસ્પોરાની વાતો કરતા આવી લાગ્યા હતા. પછી ૧૯૯૭માં વડોદરા અધિવેશનમાં નિરંજન ભગતની વિશેષ ઉપસ્થિતિમાં આપણે એક વિભાગીય બેઠક શું આયોજન પણ કરેલું. અને હવે તળ ભૂમિમાં બે દિવસ ડાયસ્પોરાની વાતો ! કહ્યું ને,'You i.e. we have arrived.' દડો હવે ગુજરાતના ખુદના વંડામાં છે.

  ‘ભોળાભાઈ પટેલે ડાયસ્પોરાની પહેલી નવલિકા ‘વ્હાઈટ હોર્સ’નો મહિમા કીધો. સુધીર દલાલની એ વાર્તા "સંસ્કૃતિ"માં ચારેક દાયકાઓ પહેલાં વાંચ્યાનું સ્મરણ છે. સુંદર વાર્તા છે તેની ના નહીં, પણ ત્યાં રહ્યે રહ્યે જે રીતે નવેસર ભાવપિંડ બંધાતો આવે તેવી ત્યાંની ધરતીમાં રોપાયેલ ગુજરાતી ડાયસ્પોરિક વાર્તા કદાચ આ નથી.’ તેના કારણો આપતાં તે બોલ્યા હતા કે, ‘વ્હાઈટ હોર્સ’ આજે પુન: વાંચવી ગમે, પણ પરિણત ડાયસ્પોરિક વાર્તાના ચોકઠામાં તો આનંદરાવ લિંગાયત ને પન્ના નાયકની વાર્તા જ બેસી શકે.’

  ‘કિમ્બલવુડ’ની જીકરના જવાબમાં પ્રકાશભાઈએ ખુલાસો આપતા કહ્યું કે, ‘મધુ રાય આમ તો અહીંથી એક સુપ્રતિષ્ઠિત સર્જક લેખે ત્યાં ગયા હતા. પણ અમેરિકાના છેડેથી રાશિવાર કન્યાતલાશમાં ઊતરી ગુજરાતમાં આવવા ગુજ્જુ જણની આ નવલ, કદાચ આપણા સમયનો પેરાબલ - એક પરિણત લેખકની કલમે બની આવેલ કરપીણ મુગ્ધતામાં ઉપડક સપડાયેલ ગુજરાતી તશણનું ચિત્ર આપે છે. મધુ રાય વાર્તા માંડે એટલે ફાંકડી જ માંડે. પણ તેના નાયકમાં એક અધકચરાઈ છે. તે સામાન્ય માણસ જેવાં સપનાં જુએ છે. પણ તેમાં કશું ખોટું નથી. પણ આ જગત પર જિંદગીની જદ્દોજેહાદમાં પ્રજાઓ અથડાતીકૂટાતી ઝઝૂમીને જે નવરચના સાશ મથી છે, તે ક્યાં છે તેમાં ? એ માટે તો બળવંત નાયકની ‘ - ને ધરતીની ખોળે આભ વેરાયું’ કે'Passage to Uganda' કને જવું પડે.’

  પ્રકાશભાઈ કહેતા હતા : અહીં સમાજમાં નીચે રહેલ (અને નીચો જ રહેત) એવું લોક ત્યાં પુગી નવા લોકોમાં ગોઠવાઈ ગયું છે. ભૈ, આ જ ઇંગ્લઁન્ડની ભૂમિ પર આપણો તશણ છાત્ર નામે મોહનદાસ બેરિસ્ટર બન્યો હતો. અને લિબરલ ડેમોૐસીની શિક્ષાદિક્ષા પછીથી આફ્રિકે સેવાઈ સત્યાગ્રહની ટચલી ડાળી રૂપે ફૂટી આવી હતી. વડોદરામાં મેં અમી ભરી આશા કરી હતી કે મારી ભાષાને એલન પેટન કૃત ‘ૐાય ધ બિલવ્ડ કન્ટ્રી’ સદૃશ કંઈક મળો. ત્યારે નહીં એટલી તીવ્રતાથી આજે તે જરૂર અનુભવું છું, કેમ કે, ૨૦૦૨ના ગુજરાતમાં ઊભો છું. આ જે એમાં (આઉટસાઈડર) વાસોની ટહેલ પણ જોડું છું. ઑવર ટુ ન્યૂ વર્લ્ડ.’

  અને પછી આ બેઠક અહીં સમેટાઈ હતી.

  સૌજન્ય

  (સદ્ભાવ : નિરીક્ષક", ૦૧.૦૨.૨૦૦૯; "અોપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯)


 

 

ઠક્કર
Thakkar
Ghanshyam Thakkar
Music and Poetry
ઠક્કર
 
OasisBW