DewDrops on The Oasis - Oasis Thacker
આ સંગીતના સૂરોની ઝલક સાંભળવા અહીં ક્લિક કરો Oasis Thacker
પ્રિય મિત્રો
મારું પ્રથમ આંતરરાષ્ટ્રિય સંગીતનું આલબમ (CD) DewDrops on The Oasis આપની સમક્ષ AMAZON.COM પર રજુ કરતાં અત્યંત આનંદ અનુભવુ છું. અંગત રીતે, આ મારી સર્જનપ્રવ્રુત્તિનો ખૂબ જ મહત્વનો માઈલસ્ટોન છે. DewDrops on The Oasis સૂકા રણમાં Oasis જેમ શાતા આપે તેવું સંગીત છે. આ સૂરો, પ્રેમીઓથી વૈરાગીઓ સુધી, બાળકોથી વ્રુધ્ધો સુધી, સૌનાં આંતર્મનની બારી ઉઘાડી રણદ્વીપની ઠંડી લહેર છાવરશે!
સર્જકનુ કામતો સતત હોય છે. એ કદીય અટકતું નથી. પણ આ સર્જનને ભાવકો સુધી લઈ જવાનું કામ સહેલું નથી. તેથી ઘણા ઉચ્ચ કક્ષાના લેખકો...સંગીતકારોં વગેરેનું સર્જન એમના ઘરમાં, કે મનમાં છુપાઈને રહેતું હોય છે. ખૂબ થોડું ભાવક સુધી પહોંચે છે. એની દશા 'જંગલમેં મોર નાચા, કિસને દેખા' જેવી થઈ જાય. કળા, ખાસ કરીને સંગીતને કલાકારથી ભાવક સુધી લઈ જવામાં મહેનત ઉપરાંત નાણાકિય રોકાણ અને નસીબ જેવાં અનેક પરિબળો સંકળાયેલાં હોય છે.
મારા સર્જન-જીવનનું પ્રથમ સીમાચિહ્ન ૧૯૬૮ની ગુજરાત યુનિવર્સિટીની પાદપૂર્તિ સ્પર્ધા. કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારે એન્જિનિયરીંગના આ વિદ્યાર્થીને ઈનામ આપી, પ્રોત્સાહનના બે શબ્દો કહી, કવિતાના એવરેસ્ટ તરફ પ્રયાણ કરવા પડકાર ફેંક્યો. ગુજરાતનાં સમાચાર પત્રોએ એની સૌને જાણ કરી
એ પછી થોડા જ મહિનામાં કુમાર, કવિલોક, કવિતા, સમર્પણ, ક્રુતિ, નવનીત, વૈશાખી, વિશ્વમાનવ જેવાં સાહિત્યનાં ઉચ્ચ સામયિકોએ મારાં કાવ્યો છાપી, બીજું સીમાચિહ્ન સ્થાપ્યું.
બીજાં સીમાચિહ્નોઃ
- ૧૯૭૭ : અમેરિકામાં ભારતિય સંગીતંમાં, ખાસ કરીને ડાંડિયા રાસમાં, ડ્રમસેટના ઉપયોગની સ્ટેજપર શરૂઆત.
- ૧૯૮૭ : કાવ્યસંગ્રહ ભૂરી શાહીના કૂવા કાંઠેનું પ્રકાશન અને શ્રી ઉમાશંકર જોશીની પ્રસ્તાવના નવો અવાજ નવો મિજાજ
- ૧૯૯૩ : કાવ્યસંગ્રહ જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરેનું પ્રકાશન અને શ્રી લાભશંકર ઠાકરની પ્રસ્તાવના ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ
- ૧૯૯૯ : સંગીત આલબમ આસોપાલવની ડાળે અને ઓ રાજરે ની રીલીઝ( થોડા દિવસમાં CD AMAZON.COM પર ઉપલબ્ધ થશે.)
-૨૦૦૮ : સંગીત આલબમ DewDrops on The Oasis ની AMAZON.COM પર રીલીઝ
આ સંગીતના સૂરોની ઝલક સાંભળવા અહીં ક્લિક કરો Oasis Thacker
કવિતા જેમ સંગીતના સૂર્યમંડળમાં પણ નવા ગ્રહોનાં દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આપને ગમશે.
- ઘનશ્યામ ઠક્કર
foforsv
ગઝલ
ગુજરાતી ગઝલ
મનોજ ખંડેરિયા
ગઝલ
ગુજરાતી ગઝલ
ગઝલ
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
આદીલ મન્સૂરી
ચિનુ મોદી
| રાજેન્દ્ર શુક્લ |
અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા
લયસ્તરો
ટહૂકો
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના
, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર
Oasis Thacker''s new music album release DewDrops on The Oasis
Now available on AMAZON.COM