ઘેર
કવિતા
સંગીત
વિશે
યાદો
 
 
ઘનશ્યામ ઠક્કર.કોમ

ગુજરાતી કવિતા અને સંગીત
ઘનશ્યામ ઠક્કરનો ગુજરાતી બ્લોગ

Email
oasisangeet@yahoo.com

For more information:

GhanshyamThakkar.com Music and Poetry

ઘનશ્યામ ઠક્કર.કોમ

OasisThacker.com

કવિતા
નવી પોસ્ટ

સખી! હું શોધ્યા કરતો'તો મારો આકાર - ઘનશ્યામ ઠક્કર

છંદ : કટાવ

સખી! હું શોધ્યા કરતો'તો મારો આકાર
અરીસાની સરહદની પાર!

અરીસામાં મારું પ્રતિબિંબ
કાચની ઝીણી-તીણી કરચો વચ્ચે
અણુબૉમ્બની અસર તળેના હિરોશિમા-શું ...
જાય વિલાતું.
પળમાં મારો પડછાયા જેવો
આછો
લાંબો-ટૂંકો
ચપ્પટ-બૂઠો
આભાસ
બતાવી જાય.

સતત ડહોળાતાં પાણી
મુજ રૂપ તણા અનુવાદ મહીં
વે...ર...ણ...છે...ર...ણ.....
બેડોળ અનર્થ ઉમેરે!

સખી! હું શોધ્યા કરતો'તો મારો આકાર
અરીસાની સરહદની પાર!

પ્રિયે!
પારદર્શક મુજ દ્રષ્ટિ તણી સપાટીની પાછળ
તુજ સેંથીના સિંદૂર તણો જ્યાં લેપ થયો
ને બન્યો અરીસો

ત્યાં મેં પહેલી વાર નિહાળ્યો સાચો મુજ આકાર!

------------------------

1977

Happy Valentine's Day



 

જૂની પોસ્ટ
તાજેતરની પોસ્ટ
Under Construstion
Under Construstion

foforsv

ગઝલ

ગુજરાતી ગઝલ

મનોજ ખંડેરિયા

ગઝલ

ગુજરાતી ગઝલ

ગઝલ

મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા

આદીલ મન્સૂરી

ચિનુ મોદી

અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા

લયસ્તરો
ટહૂકો

 

શૂન્ય પાલનપુરી

Ghazal Gurjari 

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના

, urmisagar, prabhatna pushpo

ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર

ચિત્રકારઃ ક્રુતિ ઠક્કર
Krutie Thakkar’s Art

Oasis Thacker''s new music album release DewDrops on The Oasis

Now available on AMAZON.COM

OasisThacker.com

DewDrops on The Oasis