દર્પણ ચોંક્યું'તું એક ચહેરે!! - ઘનશ્યામ ઠક્કર
ખોંખારો ખાઓ અને સસલું ચોંકે, એમ દર્પણ ચોંક્યું'તું એક ચહેરે!!
પોલીસની લાલ-પીળી સાયરન-બત્તીને મેકપની જેમ કોઈ પહેરે?!
પ્રેમપત્ર ખિસ્સામાં ધોવાઈ જાય, રહે કોરાકટ કાગળનો કૂચો,-
એવો મોઢા પર મૌનનો ડૂચો
સામસામા આયનાને તોડું તડ્ડાક, એમ પંથ તારા ગામના મેં કાપ્યા;
મેંતો પાંખો પર નકશાને છાપ્યા.
આવ્યો છૂ એમ, જાણે એક ફૂલ આવ્યું છે ભરચક મધમાખીઓને શહેરે...
ખોંખારો ખાઓ અને સસલું ચોંકે, એમ દર્પણ ચોંક્યું'તું એક ચહેરે!!
પૂજારી ગુસ્સામાં શિવલિંગ ફેંકે, તો કેટલું પવિત્ર એ વાગે,
એવું તારા સહવાસમાં લાગે!
દર્પણને તોડવાથી દર્પણ ના જાય, એતો એકનાં અનેક બની જાય,
એવું તારી યાદોનું હવે થાય.
ટેરવાંમાં કોરે છે સ્પર્ષોની છાપ, જાણે કાનજી કદંબને વહેરે!
ખોંખારો ખાઓ અને સસલું ચોંકે, એમ દર્પણ ચોંક્યું'તું એક ચહેરે!!
foforsv
ગઝલ
ગુજરાતી ગઝલ
મનોજ ખંડેરિયા
ગઝલ
ગુજરાતી ગઝલ
ગઝલ
મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયા
આદીલ મન્સૂરી
ચિનુ મોદી
અમ્રુત 'ઘાયલ'
બેફામ
ગની દહીંવાલા
લયસ્તરો
ટહૂકો
શૂન્ય પાલનપુરી
મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયાના
, urmisagar, prabhatna pushpo
ગાગરમાં સાગર ફોર એસ.વી. ઊર્મિસાગર
Oasis Thacker''s new music album release DewDrops on The Oasis
Now available on AMAZON.COM