કૈ રીતે ઇશ્વર જણું?
કૈ રીતે શોધી શકું 'મારા પણું' કે 'હું પણું'?
મુખ ઉપર ટકરાઈને અગણિત થયું છે દરપણું
એક મૂર્તિના વિના મંદિર સૂનું છે આપણુ,
મૂત્ર-મેલી યોનિએથી કૈ રીતે ઇશ્વર જણું?
બાર વાગે આપણું ઘડિયાળ-કાંટા શું મિલન,
થૈ ગયું છો વાગવા જેવું હવે જુદાપણું...
સ્પર્ષ-રોમાંચે સિતારી-તાર જેવું ઝણઝણું,
સૂર-સ્પંદનના દરે હું નામ તારું ગણગણું!
દિલ નથી, ધડકન નથી, ના ચાહ છે, ના આહ છે;
શૂન્ય સુસવાયા કરે, ખખડ્યા કરે છે ઢાંકણું.
છારનો, પડકારનો, જાકારનો, ધિક્કારનો;
સરવાળો કરતો જાઉં હું, ને એમ મારાં ઘર ગણું.
એટલો આતુર હવે 'ઘનશ્યામ' મળવા આપને,
એક ગજની ભીંત છે ને બાર ગજનું બારણું!
---------------------------
જૂન ૨૦૦૯
આ પહેલાં અપ્રગટ
Ghanshyam Thakkar

આસોપાલવની ડાળે To buy CD click below Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
