![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
ઘનશ્યામ ઠક્કર
Page-2
પણ એક વાત સ્પષ્ટ છે, કે તે અરસામાં (ઓછામાં ઓછું કૉપીરાઈટના સંદર્ભમાં) નૈતિક ધોરણ ઊંચું હશે. અત્યારે ગુગલયુગમાં, અને ભાઈ શ્રી વિનય ખત્રી જેવા 'શેરલોક હોમ્સ ઑફ ઇન્ટર્નેટ'ની હયાતીમાં પણ લોકો કૉપીરાઇટનો છડેચૉક, બેધડક ભંગ કરવાની હિમ્મત કરી શકે છે. એ જમાનામાં વર્તમાન પત્રો નહીં. છાપેલાં પુસ્તકો નહી, બળદગાડી અને ઘોડા સિવાય બીજાં વાહનો નહીં. પચીસ માઇલ એટલે જાણે 'યુરોપથી અમેરિકા'. ગીતો માત્ર સ્થાનિક વિસ્તારોમાં લોકમુખે પ્રચલિત થાય. કોઈ મુસાફર કૉપીમારું અ-કવિ લાંબી, સાહસિક મુસાફરી કરી જૂનાગઢની મુલાકાતે આવ્યો હોય અને 'વૈશ્નવજન' સાંભળે, તો દેશમાં જઈ. છેલ્લી પંક્તિ બદલી ભજન પોતાના નામે જાહેર કરી શકે. “ભણે ‘શંકરિયો’ તેનું દરશન કરતાં’ કે પછી ચરોતરમાંથી કોઈ “ભણે ‘અરજણિયો’ તેનું દરશન કરતાં”, એન્ડ સો ઓન.... કે પછી ‘'બાઈ ‘ચંપા’ કે પ્રભુ ગિરિધર નાગર”,….. '’કહત ‘ચતુરા’, સુનો ભાઈ સાધો”……. '”ધનજી’ ઇસ સંસારમેં ભાતભાત કે લોગ’’. તદ્દ્ન સહેલું!!
પણ તોય આપણે આ રચનાઓને (બહુધા) મૂળ સર્જકના સર્જન તરીકે ઓળખીએ છીએ, તે કવિઓનું અને આપણા સૌનું સદ્ભાગ્ય છે.
બ્લૉગજગતમાં તમારે તમારું નામ તરતું મૂકવાની અદમ્ય ઇચ્છા હોય, અને તમારી પાસે ઓરિજિનલ કશું ન હોય, તો થોડા 'કૉમન-સેન્સ' નિયમો તો પાળવા જ. કોઈ કડક સર્જક તમારી પાછળ નહીં પડે તેની ખાતરી તો નથી આપતો, (સારું જાવ.....નરસિંહ મહેતા તમારી પાછળ નહીં આવે તેની હું ખાતરી આપું છું); પણ મોટેભાગે કોઈ તમને ચૅલેન્જ નહીં કરે.
ક્યારેક કહેવાતી 'સભ્ય સોસાયટી' સાચી અને આભાસી ખ્યાતી વચ્ચે તફાવત સમજતી નથી. (યુ.કે.ના પ્રિન્સે રોયલ કુટુંબમાં પેદા થવા સિવાય કશી સિધ્ધિ પ્રાપ્ત કરી નથી, પણ તેને ઘણા દેશોના ચૂટાએલા વડાપ્રધાનો કરતાં વધારે મહત્વ મળે છે!) તેથી અમુક માણસોને કોઇ પણ સારભૂત સિદ્ધિ (Substantive achievement)માં રસ રહેતો નથી. કારણ કે તેમાં મહેનત કરવી પડે છે.
આ નાનકડી વાતની પૂર્ણાહુતિ કલાપીની જાણીતી (મારી પ્રિય) પંક્તિથી કરું છું:
'સૌંદર્યો પામતાં પહેલાં, સૌંદર્ય બનવું પડે.'
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
