વાડાની વેલને
ગીત
રાજેન્દ્ર શાહ
વાડાની વેલને વાયરો અડ્યોને લહું લીલી કુંપળની લાલી,
એના અબોલ અણસારે ગુંજાર કાંઈ કેટલો, ખૂણો ન કોઈ ખાલી.
આંહિના તે નાના અંકાશમહીં લાગતું કે
જાણે સવાર નવું ઊગ્યું,
ઠારનાં ઠરેલ જરા જેવડાં આ ઝાકળને નીર
નૂર વ્હાલભર્યું ઝૂક્યું;
આખા મલકનેય અવસર મળ્યો ને રંગમેળાની ભીડ રહી મહાલી
વાડાની વેલને વાયરો અડ્યોને લહું લીલી કુંપળની લાલી.
-
કોરે રહીને કાંઈ જોયું ન જાય
અહિં ઊમટ્યાં બધાંથી ભલી ભેળી,
જંતરને બોલ ઘેલું હૈયું હિલ્લોળ લેતું
ઘૂમે રે સાનભાન મેલી;
અંગનો ઉમંગ રમે ચરણોની ઠેકમાં ને ઠમકે દઈ હાથની તાલીઃ
વાડાની વેલને વાયરો અડ્યોને લહું લીલી કુંપળની લાલી.

આસોપાલવની ડાળે To buy CD click below Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
