![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
Photo: Ghanshyam Thakkar
Page-4
તેમનું વક્તવ્ય હૉલ પાછો આપવાનો સમય થયો ત્યાં સુધી ચાલ્યું, પણ ભાવકો ઘેર જવાનું નામ ન લે. વક્તવ્ય પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો, પણ હૉલ પાછો આપ્યા સિવાય છુટકો ન હ્તો. હૉલથી મારું ઘર પાંચ મિનિટ દૂર હતું એટલે ઘણા ભાવકો મારે ઘેર પધાર્યા, અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આગળ ધપ્યો. ઉમાશંકરભાઈના વાર્તાલાપની બે-એક કસેટ મળી છે, તેને ડીજીટાઇઝ કરી MP3 રૂપે હવે પછીની પોસ્ટમાં મૂકવાનો પ્રયત્ન કરીશ. પણ એક-બે સવાલ-જવાબ અને કૉમેંટનો અહીં ઉલ્લેખ કરવો જ પડશે. એક ભાઈએ કહ્યું,'આપ (ગુજરાત યુનિવસિટીના ઉપકુલપતિ)ને કારણે અમે અહીં આવી સફળ થયા છીએ. ઉમાશંકરભાઈનો અતિનમ્ર જવાબ આજે પણ મારા મનમાં ગૂંજ્યા કરે છે. કહે' "ના ભાઈ, અમારા જેવા (સામાન્ય કક્ષાના) ગુરુ હોવા છતાં તમે અહીં આવી સફળ થયા છો. you are here, and successful despite us. જ્યારે પણ તેમને કોઇ પ્રકારનું શ્રેય આપવાનો પ્રયત્ન કરો તો તેસ્વીકાર કરવા તૈયાર ન થતા!
બીજો એક સવાલઃ "આપના સૌથી પ્રિય લેખક કોણ? મને એમ કે જવાબમાં રવીન્દ્રનાથ ટાગોર કે શેક્સપિયર હશે. તેઓ કહે, "મહાભારતના રચૈતા 'વ્યાસ'. વ્યાસનો હું દાસ છું."
વાર્તાલાપ મોડી રાત સુધી ચાલ્યો. પણ ઉમાશંકરભાઈ કાર્યક્રમ બંધ કરવા કહે નહીં. છેવટે મહેન્દ્રભાઈએ સૌને વિનંતી કરી (લગભગ હુકમ કર્યો), કે હવે ઉમાશંકરભાઈએ આરામ લેવો જોઈએ. એ પછી સૌ છુટા પડ્યા.
સ્વાભાવિક રીતે મેં ઉમાશંકરભાઈને માસ્ટરબેડરૂમમાં અને મહેન્દ્રભાઈને મારા દીકરા શાગીતના રૂમમાં (તેની બેડમાં) સૂવા વિનંતી કરી. પણ તેઓ કહે, "તમે તમારો સૂવાનો નિત્યક્રમ બદલશો નહીં. અમને બન્નેને બીજા (ખાલી) બેડરૂમમાં પથારી કરી આપો. ખૂબ આગ્રહ પછી ઉમાશંકરભાઈએ માસ્ટર બેડરૂમમાં સૂવા તૈયાર થયા, પણ મહેન્દ્રભાઈતો નીચે પથારીમાં જ સૂતા.
મને એમ હતું કે બપોરે જમી અને આરામ પછી મારાં બે-ચાર કાવ્યો ઉમાશંકરભાઈને બતાવીશ. સવારે અમારા સન-રૂમમાં (Sun-room) ઉમાશંકરભાઈ, મહેન્દ્રભાઈ અને હું ચા-નાસ્તો કરવા બેઠા અને તરત જ ઉમાશંકરભાઈનો હુકમ થયોઃ "ઘનશ્યામભાઈ, તમારાં બધાં જ કાવ્યો કાઢો. અને પછી અમેરિકા આવતાં પહેલાં લખેલાં કાવ્યો અને એ પછીનાં કાવ્યો, બન્નેની જુદી જુદી થપ્પી બનાવો. આવા આનંદદાયક આંચકાયુક્ત ફરમાનની મેં કલ્પના પણ નહોતી કરી. મેં કહ્યું,"આપ પહેલાં ચા-નાસ્તો કરી નાહી ધોઈ લો, પછી શાન્તિથી કાવ્યો જોઈશું" પણ ઉમાશંકરભાઈનું ફરમાન ટાળવું મુશ્કેલ હતું. કહે, "ગીતાબહેન, જ્યાં સુધી ઘનશ્યામભાઈ કાવ્યો ન કાઢે ત્યાં સુધી ચા-નાસ્તો ના લાવશો!" ત્યારે અમેરિકન એરલાઇન્સની નોકરીને કારણે મારે દર અઠવાડિયે એવરેજ એક વાર ઉડવાનું થતું, એટલે મોટાભાગનાં કાવ્યો પ્લેઇનમાં, એરલાઇનની સ્ટેશનરી પર છુટા કાગળોમાં લખાતાં. ઘેર થાકીને આવ્યો હોઊં તેથી જે કોઈ જગાએ હોઊં ત્યાં કાવ્યની હસ્તપ્રત મૂકાઈ જતી. ઘણાં કાવ્યો હજી અધૂરાં હતાં. ઘણાંમાં એક-બે પંક્તિઓ કાચી હતી જે બદલવાની હતી. . તેથી કાવ્યો ઘરના ચોવીસો સ્ક્વેરફીટમાં ચારે બાજું પથરાયેલાં હતાં. મને કાવ્યો ભેગાં કરતાં પંદર મિનિટ થઈ. પછી ભારતમાં લખાએલાં અને અમેરિકામાં લખાએલાં કાવ્યો છૂટાં પાડ્યાં. મેં કાવ્યો વાંચવાનાં શરૂ કર્યા અને ઉમાશંકરભાઈ અને મહેન્દ્રભાઈ બન્ને અઢળક કૉમ્પ્લીમેંટ આપવા માંડ્યા. તેમના કહેવા પ્રમાણે મારાં કાવ્યોમાં ઉચ્ચ કલ્પ્નાઓ તો હતી, પણ તદ્દ્ન નવી જ કલ્પનાઓ અને શૈલી હતી. આ પહેલાં મેં ઉલ્લેખ કરેલો કે મારે કાવ્યસંગ્રહ બહાર પાડવો છે. ઉમાશંકરભાઈ કહે, "જુઓ ઘનશ્યામભાઈ, ઘણા કવિઓ ૨૦-૨૫ સારાં કાવ્યો લખી જલદી જલદી કાવ્યસંગ્રહ બહાર પાડવા બીજાં ત્રીસ-ચાલીસ ઉતરતી કક્ષાનાં કાવ્યો મૂકી દે છે. મને એ જરાયે પસંદ નથી. તમે ત્રીસ કાવ્યોનો સંગ્રહ બહાર પાડો, પણ દરેક કાવ્ય એવું હોય કે જે અમર થઈ જાય. જો એ શરત મંજૂર હોય તો હું તમારા કાવ્યસંગ્રહનો પ્રવેશક લખીશ. ઉમાશંકર જોશી મારા કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખે? મને લાગ્યું કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું. અડધા કલાક પહેલાં મારી સૌથી મોટી અપેક્ષા એ હતી કે ઉમાશંકરભાઈ મારાં બે-ચાર કાવ્યો વાંચી અભિપ્રાય આપે. અને હવે તેમની પ્રસ્તાવના? મેં કહ્યં, "હું આપને બધાં કાવ્યોની ફાઈલ ભારતમાં મોકલી આપીશ. આપને જે કાવ્યો યોગ્ય લાગે તેનો જ સંગ્રહમાં સમાવેશ કરજો. ઉમાશંકરભાઈ કહે, "હું તો કાવ્યો જોઇશ જ, પણ નિરંજનભાઈ (ભગત) પણ કાવ્યો વાંચશે. એમને યોગ્ય ન લાગે તે કાવ્યો પણ નીકળી જશે." મેં કહ્યં, "કબૂલ" (ખરેખર તો મેં 'ભૂરી શાહીના કૂવા કાંઠે' માટે તેમને ૭૯ કાવ્યો મોકલ્યાં હતાં. તેમાંથી તેમણે એક પણ કાવ્ય કાઢ્યું નહીં!!. )
આગલી સાંજની મુસાફરી અને રાતે ખૂબ જ મોડા સુધી ચાલેલો વાર્તાલાપ, એ બધાને કારણે ઉમાશંકરભાઈને આખો દિવસ આરામ આપવો, અને બીજે દિવસે ડાલાસ શહેર બતાવવા લઈ જવા એમ નક્કી થયું. પણ બપોરે ફોર્ટવર્થથી શ્રી છોટુભાઈ પટેલનો ફોન આવ્યો કે તેમના ઘેર ઉમાશંકરભાઈનો બીજો વાર્તાલાપ અને જમવાનો કાર્યક્રમ સાંજે રાખવાની ઈચ્છા હતી. છોટુભાઈને હું ઓળખતો હતો, અને આગલા દિવસે તેઓ ઉમાશંકરભાઈના વાર્તાલાપ પ્રસંગે આવ્યા હતા. જ્યારે ઉમાશંકરભાઈ ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર હતા ત્યારે છોટુભાઈ ગુજરાત યુનિવર્સીટીના કર્મચારી હતા, તેથી તેમને જૂનો પરિચય. મેં ફોન પર કહ્યું, ''છોટુભાઈ, ગઈરાતે મોડા સુધી કાર્યક્રમ ચાલ્યો હતો, અને ઉમાશંકરભાઈને આ ઉમ્મરે વધારે તકલીફ આપવી જોઈએ નહીં. અને ફોર્ટવર્થના બધા ભાવકોએ આગલા દિવસે તેમના વાર્તાલાપમાં ભાગ લીધો હતો તેથી આ કાર્યક્રમ ન કરીએ તો સારું." ફોન પર છોટુભાઈ નારાજ થયા હોય તેમ લાગ્યું. ઉમાશંકરભાઈને અને મહેન્દ્રભાઈને ફોન મૂકી દીધા પછી આ વાત કરી. ઉમાશંકરભાઈએ કહ્યં, "મને બિલકુલ થાક લાગ્યો નથી, તમે છોટુભાઈને ફોન કરીને કહો કે આપણે ત્યાં સાંજે જઈશું." આગલી રાતે મહેન્દ્રભાઈ ઉમાશંકરભાઈની તબિયતને અનુલક્ષીને કાર્યક્રમ વહેલો પૂરો કરવા કહ્યા કરતા હતા, તેથી મેં મારી મદદે આવવા તેમની સામે જોયું. મહેન્દ્રભાઈએ એક વાર પ્રયત્ન કર્યા પછી મને કહ્યું, "એ નહીં માને. તમે છોટુભાઈને ફોન કરીને કહો કે આપણે સૌ ત્યાં જઈશું." મેં છોટુભાઈને ફોન કર્યો, અને અમે ઉમાશંકરભાઈના બીજા વાર્તાલાપનો લાભ લીધો.
એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે. શ્રી મહેન્દ્ર મેઘાણી આવા ઉચ્ચ કક્ષાના વિદ્વાન હોવા છતાં, અને મહાન શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર હોવા છતાં એમની નમ્રતા અને મળતાવડા સ્વભાવ માટે જેટલું કહીએ તેટલું ઓછું. ઉમાશંકરભાઈ સાથેનો તેમનો સંબંધ વેદકાળના ગુરુ-શિષ્ય જેવો હ્તો. એમની પિતાની જેમ કાળજી લે. ઉમાશંકરભાઈના એક ઝભ્ભાને ઇસ્ત્રી કરવાની હતી. મેં કહ્યું, ''મને આપો, હું ઇસ્ત્રી કરી આપું." મહેન્દ્રભાઈએ મને ઇસ્ત્રી ન કરવા દીધી. તેમણે જાતે ઇસ્ત્રી કરી.
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર
સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|