વલખે વરણાગિયા અક્ષર
ગીત
છલછલતાં શાહીનાં બેડાં પણિયારીનાં, વલખે વરણાગિયા અક્ષર.
ઊંચેથી ધોધમાર વરસે 'ઘનશ્યામ', અને નીચે છે કોરોકટ 'ઠક્કર'!
ચાંદા ને ચાંદનીનાં લફરાંની અફવાથી સૂરજને આવ્યા'તા તાવ.
અમરેલી ગામમાં સોનલના ઊછળ્યાથી સોનાના ગગડ્યા'તા ભાવ!
તોય અગરબત્તીના અજવાળે અજવાળે શોધો શું કામ તમે અત્તર?
છલછલતાં શાહીનાં બેડાં પણિયારીનાં, વલખે વરણાગિયા અક્ષર.
વારે-તે'વારે તમે ધોધમાર ઝાપટાં, ને ફરફરની જેમ મળ્યાં રોજ'.
એક ઘડો રખ્યાને ફેંદી તો મળી આવી 'ખાધું, પીધું, ને કરી મોજ'!
રાજા ને રાણીની નાનકડી વારતાની પાછળ 'ઇત્યાદિ'નું લશ્કર....
ઊંચેથી ધોધમાર વરસે 'ઘનશ્યામ', અને નીચે છે કોરોકટ 'ઠક્કર'!
---------------------------
મે ૨૦૦૯
આ પહેલાં અપ્રગટ

આસોપાલવની ડાળે To buy CD click below Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
