Ghanshyam Thakkar
Email: oasis1thacker@gmail.com
 

પાછળ (ગઝલ)

Bhuri ShahiNa Khalkhal

 

કવિતા : ઘનશ્યામ ઠક્કર

હતી ઈચ્છા કે પહેલો હું વસું, આખું નગર પાછળ,
હજી યે ના ચણાયું એક પણ ઘર મારા ઘર પાછળ.

ઘુવડની આંખ ઑથે આશરો લૌં છું દિવસભર કે,-
હજી ઘૂરક્યા કરે છે સૂર્ય સ્વપ્નોની કબર પાછળ!

હશે વેરાનતાના ભોંયરામાં ભેદ કૈં ઊંડા,
હમેશાં ના ફરે ન્હૈં તો વસંતો પાનખર પાછળ..

ગણ્યો જે માર્ગ લીલો શબ્દનો, તે તો હતી લીલ, ને-
હતાં જળ મૌનનાં નીચે, પડી તેની ખબર પાછળ.

મને જ્યાં ખાતરી થૈ કે ખરેખર 'હું' જ હું તો છું,
તરત મેં કાચને આપી છે સિંદૂરી અસર પાછળ!

૧૯૭૦
સૌજન્ય
ભૂરી શાહીનાં ખળખળ 
(સીડી-કાવ્યસંગ્રહ)

ભૂરી શાહીના કૂવા કાંઠે

આ સીડી વિષે વધુ માહિતી મેળવવા કે સીડી ખરીદવા નીચેની ઇમેલ પર લખો. oasisangeet@yahoo.com
Bhuri ShahiNa Khalkhal
Bhuri ShahiNa Khalkhal
Oasis Music
AasopalaveNiDale

આસોપાલવની ડાળે
ગીત અને સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ નિશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા, દેવયાની અને વ્રુંદ

To buy CD click below

copyright: Oasis Thacker

ORaajRe

નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ

ઓ રાજરે
સંગીતઃ ઘનશ્યામ ઠક્કર
ગીત: લોકગીતો અને ઘનશ્યામ ઠક્કર
સ્વરઃ કિશોર મનરાજા, દમયંતી બારદાઈ,જયશ્રી ભોજવિયા, દેવયાની
અને વ્રુંદ

copyright: Oasis Thacker

ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો
Bhuri Shahina Kuva Kanthe
Jambudi KshanaNa Prashna Padare

પ્રવેશક: લાભશંકર ઠાકર

ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ

copyright: Oasis Thacker

Bhuri Shahina KhalKhal
भूरी शाहीनां खळखळ
(સીડી-કાવ્યસંગ્રહ)
ઘનશ્યામ ઠક્કર

Bhuri Shahina Khalkhal

Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker)

 

copyright: Oasis Thacker

DewDrops on The Oasis

Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release

DewDrops on The Oasis

copyright: Oasis Thacker