![]() |
Email: oasisangeet@yahoo.com |
Email: oasisangeet@yahoo.com |
Web-Design: Ghanshyam Thakkar |
અ-કથ્યને અહીં કથ્ય કરવામાં કેવલ (શુદ્ધ) કાવ્યરૂપ પ્રગટ થયું છે. -
|
અસમયનાં
અફાટ અઘાત અમેદાનોમાં
મોજાં પર ઊછળતી નૌકા જેમ
પવનનાં ફીણ પર અલ્લડ ઊછળતી રેત હું
તે
કોણે હમણાંથી મને
હબસી ગુલામો જેમ
સમયની શીશીમાં ક્ષણોની સતત-સાંકળો વડે
બાંધી દીધી છે?
આંગળીનાં ટેરવાં
અને કૅલેંડરનાં પાનાં જેટલો
સમય સાથેનો સંબંધ મારો હવે.
રાવણમથ્થા સમયના સતત અનંત ચહેરાઓને
મારે એકે એકે ભાગોળ સુધી પહોંચાડવા?!
પછી મારા કેદમાંથી ભાગી છૂટવાના અસફળ પ્રયત્નો....
એક દિવસ સમયની આંખમાં ધૂળ નાખી-
(ધૂળ ને રેત નહીં એક જોગિયા, ધૂળનાં નીચાં કૂળ)
કાચની કેદના દરવાજા ફોડી
નીકળી જઈશ રણનાં વતન તરફ
અને અસમયના પડછાયા જેવાં
મારાં મૃગજળ કેદ કરવા
અસહાય તૃષિત સમય પછી તો
સતત...અનંત.... અઘાત....અરેરે!
-----------------
૧૯૮૮
સૌજન્ય
ઘનશ્યામના પ્રસ્તુત સંગ્રહમાં 'સમયની શીશીમાં' (કાવ્યઃ૮) એ એક ન-કારનું નહિ, પણ પૂર્ણ અ-કારનું કાવ્ય છે. એને 'કરુણ' કાવ્ય કહો, 'આધ્યાત્મિક' કાવ્ય કહો, તો પણ તે મર્યાદિત ભાષા જ રહે છે. મનુષ્ય સતત અનુભવતો હોય અને એ વિસંગતિ વિષેની સ-ભાનતાની માત્રા જરા પણ ઓછી ન હોય તેવી સ્થિતિનું તે કાવ્ય છે. અ-વાચ્ય સંવેદના અહીં વાચ્ય સંવેદના બનવા મથે છે. અ-કથ્યને અહીં કથ્ય કરવામાં કેવલ (શુદ્ધ) કાવ્યરૂપ પ્રગટ થયું છે.
અસમયનાં
અફાટ અઘાત અમેદાનોમાં
મોજાં પર ઊછળતી નૌકા જેમ
પવનનાં ફીણ પર અલ્લડ ઊછળતી રેત હું
તે
કોણે હમણાંથી મને
હબસી ગુલામો જેમ
સમયની શીશીમાં ક્ષણોની સતત-સાંકળો વડે
બાંધી દીધી છે?
બે પંક્તિમાં જ ચાર અ-કાર છે. काल અને स्थल (Time અને Space)માં મનુષ્ય ચેતનાબદ્ધ છે. Conceptually બદ્ધ છે. તેમ કહેવામાં સત્ય છે, તો concept રચતું human brain તે 'ઇનેટ' છે એમ કહેવામાં પણ સત્ય છે; અને આવા સ્થલ/કાલના કલ્પોથી માણસ 'બંધન' અનુભવે છે. ઇનેટ સત્ય અને એમાંથી મુક્ત થવાની ઇચ્છા એ માણસની કરુણ વિસંગતિ છે. ના, આધુનિક કવિ, પ્રાચીન, મધ્યકાલીન કવિ નથી. એ પોતાના escapeને પ્ણ જુએ છે. 'અ-સમયના પડછાયા જેવા મારા મૃગજળ કેદ કરવા-'ની લાગણી અનુભવતા કવિને 'મૃગજળ'ની તો ખબર છે જ, પણ 'કેદ કરવા-'ની ઇચ્છામાં કેદ થઈ જવાના સંભવની કરુણ હાસ્યજનક સ્થિતિની પણ ખબર છે. અહીં માત્ર 'આ' સ્થિતિ અને કલ્પિત 'તે' વિષેનું 'ભાન' છે. હોવાની હયાતીની વિસંગતિને ધારદાર તાકી રહેલી દ્ર્ષ્ટિને કલ્પ્યસગત આધાર નથી, જેને એ રાગથી ચીટકે. 'તે' નથી તેથી રાગબદ્ધ થવા જેવું કશું નથી; તો 'આ' જે પ્રત્યક્ષ છે, તેને માટે દ્વેષ પણ નથી. વિસંગતિને તાકી રહેતી દ્રષ્ટિને કોઈ 'પોઇંટ' નથી. હા, આજના આધુનિક કવિની નજીક જવામાં આ પોઇંટ કામનો છે
--------------------
Posted by
Ghanshyam Thakkar
કવિ ઘનશ્યામ ઠક્કર

સંગીતકાર ઘનશ્યામ ઠક્કરનાં આલબમ |
|
આસોપાલવની ડાળે To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below copyright: Oasis Thacker |
|
કવિ ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below Email to: oasisangeet@yahoo.com copyright: Oasis Thacker |
|
